Kapil Sharma tried his luck in music videos as a singer
(Photo by SUJIT JAISWAL/AFP via Getty Images)

‘કપિલ શર્મા શો’ સાથે છેલ્લાં કેટલાક સમયથી ટેલિવિઝન પર હિટ થયેલા કપિલના સિંગિંગ ટેલેન્ટથી ઘણો મોટો તેનો ચાહક વર્ગ પ્રભાવિત છે. આ શો દરમિયાન મહેમાનોને આવકારતી વખતે અથવા તો વાતચીત દરમિયાન મૂડમાં આવીને કપિલ અનેકવાર વિવિધ ગીતો ગાય છે. કપિલના અવાજની પણ દર્શકો અને સેલેબ્સે પ્રશંસા કરી છે. કપિલ હવે, વીડિયો આલ્બમમાં પોતાની ગાયકીથી દર્શકોને મંત્રમુગ્ધ કરવાની તૈયારી કરી રહ્યો છે. ટૂંક સમયમાં જ તે ‘નાચ મેરી રાની’ ફેમ ગુરુ રાંધવા સાથે મ્યુઝિક આલ્બમમાં જોવા મળશે.

કપિલ શર્મા અને ગુરુ રંધાવાએ તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટર શેર કરીને દર્શકોને આ વિશે માહિતી આપી હતી. જેમાં તે બ્લેક ટી-શર્ટ, બ્રાઉન કોટ અને ડાર્ક સનગ્લાસમાં નજર આવ્યો હતો. કપિલની સાથે જ, ગુરુ રંધાવા પણ બ્લેક સ્વેટર, કોટ, ગ્લોવ્સ અને ડાર્ક સનગ્લાસમાં નજર આવ્યો હતો. આ આલબમને ‘અલોન’ નામ આપવામાં આવ્યું છે અને ટી-સિરીઝ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવ્યો છે.

પોસ્ટર જોઈને અનેક સેલેબ્સ દ્વારા પોઝિટિવ રિએક્શન શેર કરવામાં આવ્યા હતા. જેમાં મિકા સિંહે લખ્યું હતું કે, શું વાત છે ! બે સુપરસ્ટાર્સ એક જ ફ્રેમમાં નજર આવી રહ્યા છે.

કોમેડી શોમાં સફળતા મેળવ્યા પછી, કપિલ એક્ટિંગમાં પણ હાથ અજમાવી ચૂક્યો છે અને અબ્બાસ -મસ્તાનની ફિલ્મ ‘કિસ કિસકો પ્યાર કરું’ તેની ડેબ્યૂ ફિલ્મ બની હતી. ફિલ્મની સફળતા જોતા કપિલે પ્રોડ્યુસર તરીકે બોલીવૂડમાં એન્ટ્રી કરી હતી અને તેને મુખ્ય પાત્રમાં ચમકાવતી ફિલ્મ ‘ફિરંગી’ બનાવી હતી, પરંતુ આ ફિલ્મ બોક્સઓફિસ પર સુપર ફ્લોપ ગઇ હતી. કપિલે તાજેતરમાં, નંદિતા દાસની ફિલ્મનું શૂટિંગ ‘ઝવિગાટો’નું શૂટિંગ પૂર્ણ કર્યું છે. જેમાં તે ફૂડ ડિલિવરી બોયની ભૂમિકા ભજવી રહ્યો છે.

LEAVE A REPLY

18 − 11 =