(ANI Photo)
ભારત-પાકિસ્તાન વચ્ચે લશ્કરી કાર્યવાહી અને તંગદિલી વચ્ચે ગયા સપ્તાહે અચાનક આઈપીએલ અટકાવી દેવાયા પછી સોમવારે મોડીરાત્રે ભારતીય ક્રિકેટ બોર્ડે બાકીની મેચોનો નવેસરનો કાર્યક્રમ જાહેર કર્યો હતો. એ મુજબ બાકીની મેચો ફક્ત છ શહેરોમાં રમાશે, જેમાં ફાઈનલ સહિતની નોકાઉટ સ્ટેજની છેલ્લી ચાર મેચો ક્યાં રમાશે તે હજી નક્કી નથી કરાયું.
નવા કાર્યક્રમ મુજબ બાકી રહેલી મેચો હવે બેંગલુરુ, દિલ્હી, જયપુર, મુંબઇ, અમદાવાદ અને લખનઉમાં રમાશે. પ્લેઓફની મેચો 17 મેથી 27 મે દરમિયાન રમાશે, એ પછી ક્વોલિફાયર 1 – 29મી મે, એલિમિનેટર – 30મી મે, ક્વોલિફાયર 2 – 1લી જૂન અને ફાઇનલ – 3 જૂનના રોજ રમાશે.

લીગ ફરી શરૂ થયા પછી પહેલી મેચ 17 મેના રોજ બેંગલુરુમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને કોલકાતા નાઈટ રાઇડર્સ વચ્ચે રમાશે.

 

LEAVE A REPLY