બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન, પત્ની કરીના કપૂર અને પુત્ર તૈમુર અલી ખાનનો ફાઇલ ફોટો (Photo by SUJIT JAISWAL/AFP via Getty Images)

કરીના કપૂરે તેના બીજા પુત્રનું નામ જહાંગીર રાખ્યું હોવાના અહેવાલને પગલે સોસિયલ મીડિયામાં ટ્રોલર્સ એક્ટિવ થયા હતા. કરીના કપૂર અને સૈફ અલી ખાને પોતાના પહેલા પુત્રનુ નામ તૈમુર રાખ્યું ત્યારે પણ વિવાદ થયો હતો. એક ટ્વીટર યુઝરે કહ્યું હતું કે મુગલોની ટીમ તૈયાર કરવી છે કે શું?

તાજેતરમાં કરીનાએ પોતાના બીજા સંતાનને જન્મ આપ્યો છે. એક અહેવાલ મુજબ કરીનાના બીજા પુત્રનુ નામ જહાંગીર છે અને કરીનાએ પ્રેગનન્સી દરમિયાન લખેલી બૂકમાં આ વાતનો ખુલાસો થયો છે. જોકે આ વાતની જાણકારી મળ્યા બાદ સોશિયલ મીડિયા પર ફરી ટ્રોલર્સ એક્ટિવ થયા છે. આ પહેલા માત્ર એટલી જાણકારી બહાર આવી હતી કે, કરીનાના બીજા પુત્રનુ નામ જેહ છે. જોકે હવે તેનુ આખુ નામ જહાંગીર હોવાનો એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે. જહાંગીર મુઘલ સામ્રાજ્યનો ચોથો સમ્રાટ હતો અને તે અકબરનો પુત્ર હતો.