(Photo by Chris Jackson/Getty Images)
  • રાજ્યાભિષેક માટે બકિંગહામ પેલેસની સામે શાહી પરિવાર સાથે સંકળાયેલી ચેરીટી સંસ્થાઓના પ્રતિનિધિઓ, નિવૃત્ત સૈનિકો, NHS કામદારો સહિત હેલ્થકેર વર્કર્સ મળી લગભગ 3,800 લોકોને ભવ્ય સ્ટેન્ડમાં સ્થાન અપાશે.
  • 354 કેડેટ્સ લંડનમાં એડમિરલ્ટી આર્ક ખાતે શાહી શોભાયાત્રા જોઇ શકશે.
  • રાજ્યાભિષેક જોવા માટે સમગ્ર લંડન અને બાકીના યુકેમાં 57 જેટલી મોટી સ્ક્રીનો મૂકવામાં આવશે. તો કેટલીક સ્ક્રીનો પર 7 મેનો વિન્ડસર કાસલનો કોરોનેશન કોન્સર્ટને પણ દર્શાવશે.
  • 1953મા ક્વીન એલિઝાબેથ બીજાની તાજપોશી થઈ ત્યારે દોઢ મિલિયન પાઉન્ડ ખર્ચાયા હતા. જે આજના હિસાબે50 મિલિયન પાઉન્ડ બરાબર છે.
  • કિંગ જે તાજ પહેરશે તે સેન્ટ એડવર્ડ ક્રાઉન 17મી સદીમાં નક્કર સોનાથી બનાવાયો હતો. જેનુ વજન અઢી કિલો જેટલુ છે. જે માત્ર રાજ્યાભિષેક વખતે પહેરવામાં આવે છે.
  • સમારોહના અંતમાં કિંગ ચાર્લ્સ બીજો એક ઈમ્પિરિયલ સ્ટેટ ક્રાઉન પહેરેશે. સોનાથી બનેલા તાજમાં અઢી હજારથી વધારે હીરા, 300 મોતી, ચાર રુબી ટાંકવામાં આવ્યા છે.
  • કિંગ ચાર્લ્સ-III પર ગયા વર્ષે ઈંડા ફેંકનાર વિદ્યાર્થી પેટ્રિક થેલવેલને આ અગાઉ પગાર વિના 100 કલાક કામ કરવાની કોમ્યુનિટી વર્કની સજા ફટકારવામાં આવી છે.
  • 2002માં રાણી એલિઝાબેથ II ની શાહી કાર પર નોટિંગહામમાં ઇંડા ફેંકાયા હતા. તો 1995 માં, પ્રિન્સ ચાર્લ્સ પર સેંન્ટ્રલ ડબલિનમાં ઇંડા ફેંકાયા હતા.
  • કિંગના પૌત્ર, પ્રિન્સ જ્યોર્જ તથા કેમિલાના પૌત્રો, લોલા, એલિઝા, ગુસ, લુઈસ અને ફ્રેડી પણ એબીમાં જોવા મળશે.

LEAVE A REPLY

one × four =