'An egg was thrown at King Charles for the second time in a month
King Charles (Photo by Stuart C. Wilson/Getty Images for Ascot Racecourse)

કિંગ ચાર્લ્સનો રાજ્યાભિષેક થઇ રહ્યો છે ત્યારે આજથી 43 વર્ષ પહેલા ભારતીય અભિનેત્રી પદ્મિની કોલ્હાપુરેએ મુંબઇમાં રાજકમલ સ્ટુડિયોમાં ફિલ્મ ‘આહિસ્તા આહિસ્તા’ના સેટ પર શૂટીંગ જોવા આવેલા 30 વર્ષના નવયુવાન પ્રિન્સ ચાર્લ્સને ગળામાં ફૂલમાળા પહેરાવી તેમના ગાલ પર ચુંબન કર્યું હતું તેને યાદ ન કરાય તે કેમ બને.

પદ્મિની કોલ્હાપુરેએ હસતા હસતા ભાવિ રાજાને કરેલા ચુંબનના કારણે તે વખતે તેઓ બ્રિટન અને ભારતના અખબારોમાં ચમકી ગયા હતા. બ્રિટનમાં ‘પ્રિન્સ ચાર્લ્સને ચુંબન કરનાર મહિલા’ તરીકે ઓળખવામાં આવ્યા હતા.

2007માં હિંદુસ્તાન ટાઈમ્સ સાથે વાત કરતા પદ્મિનીએ કહ્યું હતું કે, “તે ગાલ પર માત્ર એક પેક હતો… મીડિયા તેને બીજે ક્યાંક લઈ ગયું. તે કોઈ મોટી વાત નથી. મને યાદ છે કે હું રજાઓ માણવા લંડન ગઇ ત્યારે બ્રિટિશ ઈમિગ્રેશન ઓફિસરે મને પૂછ્યું હતું કે ‘શું તમે એ જ વ્યક્તિ છો જેણે પ્રિન્સ ચાર્લ્સને ચુંબન કર્યું હતું?’ હું શરમાઈ ગઇ હતી.”

તે વખતે અભિનેત્રી શશિકલાજીએ તેમની આરતી કરી હતી.

LEAVE A REPLY

10 − 4 =