insider leaks

લોસ એન્જેલસના એક શખ્સને એક મેડિકલ ડિવાઇસની કંપનીના બિનજાહેર બિઝનેસને હસ્તગત કરવાની સમજૂતીને સંડોવતા ઇન્સાઇડર ટ્રેડિંગના ષડયંત્રમાં ભૂમિકા ભજવવા બદલ દોષિત ઠેરવવામાં આવ્યો છે.

કોર્ટમાં રજૂ થયેલા ડોક્યુમેન્ટ્સ મુજબ, લોસ એન્જલસના રહેવાસી 55 વર્ષીય અફશીન ‘એલેક્સ’ ફરાહાને સ્વીકાર્યું કે જાન્યુઆરી 2018થી ઓછામાં ઓછા ઓગસ્ટ 2020 સુધીમાં, તેણે તેના સાગરિતોમિનેપોલિસના 66 વર્ષીય ડોરોન ‘રોન’ ટેવલીન અને મેન્ડોટા હાઇટ્સના 56 વર્ષીય ડેવિડ ગેન્ટમેન ઇરાદાપૂર્વક ઇન્સાઇડર ટ્રેડિંગના ષડયંત્રમાં સંડોવાયેલા હતા.

આ ષડયંત્રમાં કંપની બીના હસ્તગત કરવા અંગેની બિનજાહેર માહિતી સામેલ હતી, જે ઇઝરાયેલસ્થિત કંપની છે, જે કરોડરજ્જુની પ્રક્રિયાઓ માટે રોબોટિક્સમાં વિશેષતા ધરાવતી હતી. જ્યારે કંપની એ, આયર્લેન્ડસ્થિત મેડિકલ ડિવાઇસ કંપની છે, તેનું સંચાલન મિનેપોલિસમાંથી તેના હેડક્વાર્ટરથી થતું હતું. કંપની બીના ભૂતપૂર્વ વાઇસ પ્રેસિડેન્ટટેવલિને, કંપની એના કંપની બી ના સંભવિત હસ્તગત કરવા વિશેની માહિતી મેળવી લીધી હતી.

ટેવલિને કંપની પ્રત્યેની પોતાની જવાબદારીનું ઉલ્લંઘન કરીને કંપનીની હસ્તગત અંગેની માહિતી તેના મિત્ર, ફરહાનને આપી હતી, અને તે માહિતી પછી તેણે ગેન્ટમેનને આપીને તેને ગુપ્ત રાખવાની સૂચના આપી. ફરહાનને જાણ હતી કે કંપની એના કંપની બીના નજીકમાં હસ્તાંતરણથી કંપની બીના શેરના ભાવમાં વધારો થવાની સંભાવના છે. તેથી ફરહાન અને ગેન્ટમેને કંપની બીના શેર ખરીદવા માટે બિનજાહેર માહિતીનો ઉપયોગ કર્યો હતો.

ખાસ તો ફરહાને કંપની બીના અંદાજે 1,031,359 ડોલરના શેર ખરીદ્યા હતા. 21 સપ્ટેમ્બર, 2018ના રોજ, કંપની બીએ એ કંપની એ દ્વારા તેના હસ્તાંતરણની જાહેરાત કર્યાના બીજા દિવસે, ફરહાન અને ગેન્ટમેને તેમની તમામ કંપની બીના શેરને 500,000 ડોલર કરતાં વધુના સંયુક્ત નફામાં વેચી દીધા હતા. ફરહાનના હિસ્સાનો કુલ નફો અંદાજે 247,500 ડોલર હતો.

અંતે આ ગુનામાં દોષિત ઠરતા ફરહાને પોતાનો ગુનો સીનિયર યુએસ ડિસ્ટ્રિક્ટ જજ ડોનોવન ડબલ્યૂ. ફ્રાન્ક સમક્ષ કબૂલી લીધો હતો. તેની સજાની સુનાવણીનો સમય હવે પછી નક્કી કરવામાં આવશે. આ કેસમાં એફબીઆઇ દ્વારા તપાસ કરવામાં આવી હતી.