ફાઇલ ફોટો REUTERS/Ann Wang

તાઈવાનની ફોક્સકોને અનિલ અગ્રવાલના વેદાંત ગ્રૂપ સાથેના $19.5 બિલિયનના સેમિકન્ડક્ટર સંયુક્ત સાહસમાંથી નીકળી જવાની સોમવાર, 10 જુલાઈએ જાહેરાત કરી હતી. કંપનીની આ જાહેરાતથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચિપમેકિંગની મહત્ત્વકાંક્ષી યોજનાને ફટકો પડવાની ધારણા છે. વિશ્વની સૌથી મોટી ઇલેક્ટ્રોનિક્સ કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચર ફોક્સકોન અને વેદાંતે  ગયા વર્ષે ગુજરાતમાં સેમિકન્ડક્ટર એન્ડ ડિસ્પ્લે પ્લાન્ટ સ્થાપવા માટે એક કરાર પર હસ્તાક્ષર કર્યા હતાં અને સંયુક્ત સાહસની રચના કરી હતી.

ફોક્સકોનને આ નિર્ણય પાછળના કારણોનો ખુલાસો કર્યા વગર એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેને વેદાંત સાથેના સંયુક્ત સાહસમાં આગળ ન વધવાનો નિર્ણય કર્યો છે. તેને એક મહાન સેમિકન્ડક્ટર આઇડિયાને વાસ્તવિક બનાવા માટે માટે વેદાંત સાથે એક વર્ષ સુધી કામ કર્યું હતું, પરંતુ બંને કંપનીઓ પરસ્પર સંમતથી સંયુક્ત સાહસને સમાપ્ત કરવાનો નિર્ણય લીધો હતો અને હવે વેદાંતની સંપૂર્ણ માલિકી બનેલી એન્ટિટીમાંથી તેનું નામ દૂર કરશે.

ફોક્સકોન આઇફોન અને એપલની અન્ય પ્રોડક્સનું  એસેમ્બલિંગ કરવા માટે જાણીતી કંપની છે પરંતુ તાજેતરના વર્ષોમાં તે તેના બિઝનેસમાં વિવિધતા લાવવા માટે ચિપ્સમાં બિઝનેસમાં વિસ્તરણ કર્યું હતું.

ગુજરાતમાં વેદાંત-ફોક્સકોનના પ્લાન્ટમાં શરૂઆતથી પડકારો જ આવ્યાં હતા. બેમાંથી એકપણ ભાગીદાર પાસે ચિપ ઉત્પાદનનો અનુભવ ન હતો, તેથી ટેકનોલોજી પાર્ટનર તરીકે યુરોપની ચિપ કંપની એસટીમાઇક્રોઇલેક્ટ્રોનિક્સને સામેલ કરવાના મુદ્દે આ પ્રોજેક્ટ અટવાયો હતો. વેદાંત-ફોક્સકોન એસટી માઇક્રોને લાઇન્સિંગ ટેકનોલોજી ભાગીદાર તરીકે લાવી શકી હતી, પરંતુ કેન્દ્ર સરકારે શરત મુકી હતી કે યુરોપની કંપની હિસ્સો પણ ખરીદે. જોકે તે માટે એસટીમાઇક્રો તૈયાર ન હતી.

LEAVE A REPLY

one × two =