Tories take a beating in local council elections
Sir Keir Starmer (Photo by Ian Forsyth/Getty Images)

તા. 4 મેના રોજ યોજાયેલી ઇંગ્લેન્ડની સ્થાનિક કાઉન્સિલની ચૂંટણીઓમાં ટોરીઝનો ધબડકો થયો હતો જેની સામે લેબર અને લિબ ડેમ્સે કન્ઝર્વેટિવ્સના ભોગે પોતાની બેઠકો અને કાઉન્સિલમાં વધારો કર્યો હતો. લેબરે પોતાના ભૂતપૂર્વ ગઢ ગણાતા સ્વિંડન, પ્લેમથ, મેડવે અને સ્ટોક-ઓન-ટ્રેન્ટમાં નિયંત્રણ મેળવ્યું હતું. તો લિબ ડેમ્સે વિન્ડસર અને મેઇડનહેડ સહિત કન્ઝર્વેટિવ્સની પાંચ કાઉન્સિલ પર નિયંત્રણ મેળવ્યું છે.

વડાપ્રધાન બન્યા બાદ ઋષિ સુનક તેમની ચૂંટણીલક્ષી લોકપ્રિયતાની રીતે જોઇએ તો કન્ઝર્વેટિવ્સે 40 કાઉન્સિલ પરનું નિયંત્રણ ગુમાવતા નાપાસ થયા હતા.

આ હાર અંગે એજ્યુકેશન મિનિસ્ટર રોબર્ટ હાલ્ફને કહ્યું હતું કે ‘’આ વર્ષની ચૂંટણી આમારા પક્ષ માટે હંમેશા “મુશ્કેલ” રહેશે. ટોરી પાર્ટીના આંતરિક વિભાગોએ “મદદ કરી ન હતી” અને કોસ્ટ-ઓફ-લીવિંગ કટોકટી અને NHS માં સમસ્યાઓ જેવા બાહ્ય પરિબળોએ અસર કરી હતી. સત્તામાં રહેલી દરેક સરકાર, ખાસ કરીને 13 વર્ષથી સત્તામાં રહેલી સરકાર, સ્થાનિક ચૂંટણીઓમાં હંમેશા નુકસાન સહન કરે છે. જો કે શ્રી સુનકે પાર્ટીમાં એકતા પુનઃસ્થાપિત કરી છે અને દેશમાં, ખાસ કરીને અર્થતંત્રમાં સ્થિરતા લાવ્યા છે.”

લેબર નેતા સર કેર સ્ટાર્મરે કેન્ટ કાઉન્સિલમાં પક્ષની જીત થયા બાદ મેડવેમાં ઉપસ્થિત ભીડને કહ્યું હતું કે “લેબર આગામી સામાન્ય ચૂંટણીમાં બહુમતી જીતવા માટે “કોર્સ પર” છે.’’

ચહેરા પર “ચેશાયર-કેટ” સ્મિત ધરાવતા લિબરલ ડેમોક્રેટ નેતા સર એડ ડેવીએ વિન્ડસરમાં જણાવ્યું હતું કે ‘’મારી પાર્ટી માટે આ ગ્રાઉન્ડ બ્રેકિંગ નાઇટ હતી. આ વર્ષની સ્થાનિક ચૂંટણીઓમાં લિબરલ ડેમોક્રેટ્સ મોટો વિજેતા છે. મને ખૂબ ગર્વ છે.”

લિબરલ ડેમોક્રેટ્સે 2019માં કન્ઝર્વેટિવ્સ દ્વારા જીતેલા ડેકોરમ અને સ્ટ્રેટફોર્ડ-ઓન-એવન પર પણ નિયંત્રણ મેળવ્યું છે.

ગ્રીન પાર્ટીએ મિડ સફોકમાં તેની પ્રથમ કાઉન્સિલ પર સંપૂર્ણ નિયંત્રણ મેળવ્યું છે અને સમગ્ર ઇંગ્લેન્ડમાં વિક્રમી લાભ મેળવ્યા છે.

મિડલ્સબરોમાં, લેબરના ક્રિસ કૂક વર્તમાન ઇન્ડિપેન્ડન્ટ ઉમેદવારને હરાવી મેયર બન્યા હતા. જ્યારે મેન્સફિલ્ડ અને લેસ્ટરમાં લેબરના મેયર બન્યા હતા. લંડન, સ્કોટલેન્ડ કે વેલ્સમાં ચૂંટણીઓ થઈ નહતી. કિંગ ચાર્લ્સ III ના રાજ્યાભિષેકને કારણે નોર્ધર્ન આયર્લૅન્ડમાં કાઉન્સિલની ચૂંટણીઓને ગુરુવાર 18 મે પર ખસેડવામાં આવી છે.

ઈંગ્લેન્ડની કાઉન્સિલની ચૂંટણીઓની માહિતી

પક્ષ જીતેલી કાઉન્સિલ વધારો/ઘટાડો જીતેલા કાઉન્સિલર્સ વધારો/ઘટાડો
લેબર
71
+22
2,674
+536
કોન્ઝર્વેટીવ
33
-48
2,296
-1,061
લિબરલ ડેમોક્રેટ
29
+12
1,628
+407
ઇન્ડિપેન્ડન્ટ અને અન્ય
2
+1
864
-90
રેસિડેન્ટ એસોસિએશન
2
0
99
-13
ગ્રીન
1
+1
481
+241
રીફોર્મ યુકે
0
0
6
+2
લિબરલ પાર્ટી
0
0
4
+2
યોર્કશાયર પાર્ટી
0
0
3
+1
યુકે ઇન્ડિપેન્ડન્ટ પાર્ટી
0
0
0
-25
પોસ્ટ ઇલેક્શન વેકેન્સી
0
0
24
0
કોઇના કંટ્રોલ વગરની કાઉન્સિલ
91
+12
0
0

 

વિવિધ કાઉન્સિલ અને સત્તા મેળવનાર પક્ષ

કાઉન્સિલનું નામ વિજેતા પક્ષ
એંબર વેલી લેબર
અરુણ કોઈ પક્ષ નહિં
એશફિલ્ડ એશફિલ્ડ ઇન્ડિપેન્ડન્ટ
એશફર્ડ કોઈ પક્ષ નહિં
બાબર્ઘ કોઈ પક્ષ નહિં
બાર્ન્સલી લેબર
બેસિલ્ડન કન્ઝર્વેટિવ
બેઝિંગસ્ટોક અને ડીન કોઈ પક્ષ નહિં
બેસ્સેટલો લેબર
બાથ અને નોર્થ ઈસ્ટ સમરસેટ લિબરલ ડેમોક્રેટ
બેડફર્ડ કોઈ પક્ષ નહિં
બ્લેબી કન્ઝર્વેટિવ
ડાર્વન સાથે બ્લેકબર્ન લેબર
બ્લેકપૂલ કોઈ પક્ષ નહિં
બોલસોવર લેબર
બોલ્ટન કોઈ પક્ષ નહિં
બોસ્ટન ઇન્ડિપેન્ડન્ટ
બોર્નમથ, ક્રાઈસ્ટચર્ચ અને પૂલ કોઈ પક્ષ નહિં
બ્રેકનેલ ફોરેસ્ટ લેબર
બ્રેડફર્ડ લેબર
બ્રેઇનટ્રી કન્ઝર્વેટિવ
બ્રેકલેન્ડ કન્ઝર્વેટિવ
બ્રેન્ટવુડ કોઈ પક્ષ નહિં
બ્રાઇટન અને હોવ કોઈ પક્ષ નહિં
બ્રોડલેન્ડ કોઈ પક્ષ નહિં
બ્રોમ્સગ્રોવ કોઈ પક્ષ નહિં
બ્રોક્સબોર્ન કન્ઝર્વેટિવ
બ્રોક્સટો કોઈ પક્ષ નહિં
બર્નલી કોઈ પક્ષ નહિં
બરી લેબર
કેલ્ડરડેલ લેબર
કેમ્બ્રિજ લેબર
કેનોક ચેઝ કોઈ પક્ષ નહિં
કેન્ટરબરી કોઈ પક્ષ નહિં
કાસલ પોઈન્ટ કોઈ પક્ષ નહિં
સેન્ટ્રલ બેડફર્ડશાયર કોઈ પક્ષ નહિં
ચાર્નવુડ કોઈ પક્ષ નહિં
ચેમ્સફર્ડ લિબરલ ડેમોક્રેટ
ચેરવેલ કોઈ પક્ષ નહિં
ચેશાયર ઇસ્ટ કોઈ પક્ષ નહિં
ચેશાયર વેસ્ટ અને ચેસ્ટર કોઈ પક્ષ નહિં
ચેસ્ટરફીલ્ડ લેબર
ચિચેસ્ટર લિબરલ ડેમોક્રેટ
ચોર્લી લેબર
કોલચેસ્ટર કોઈ પક્ષ નહિં
કોટ્સવલ્ડ લિબરલ ડેમોક્રેટ
કોવેન્ટ્રી લેબર
ક્રોલી લેબર
ડેકોરમ લિબરલ ડેમોક્રેટ
ડાર્લિંગ્ટન કોઈ પક્ષ નહિં
ડાર્ટફર્ડ કન્ઝર્વેટિવ
ડર્બી કોઈ પક્ષ નહિં
ડર્બીશાયર ડેલ્સ કોઈ પક્ષ નહિં
ડોવર લેબર
ડડલી કન્ઝર્વેટિવ
ઇસ્ટ કેમ્બ્રિજશાયર કન્ઝર્વેટિવ
ઇસ્ટ ડેવોન કોઈ પક્ષ નહિં
ઇસ્ટ હેમ્પશાયર કોઈ પક્ષ નહિં
ઇસ્ટ હર્ટફર્ડશાયર કોઈ પક્ષ નહિં
ઇસ્ટ લિન્ડસે કોઈ પક્ષ નહિં
ઇસ્ટ રાઇડિંગ – યોર્કશાયર કોઈ પક્ષ નહિં
ઇસ્ટ સ્ટેફર્ડશાયર લેબર
ઇસ્ટ સફોક કોઈ પક્ષ નહિં
ઈસ્ટબોર્ન લિબરલ ડેમોક્રેટ
ઇસ્ટલે લિબરલ ડેમોક્રેટ
એલ્મ્બ્રિજ કોઈ પક્ષ નહિં
એપિંગ ફોરેસ્ટ કન્ઝર્વેટિવ
એપ્સમ અને ઇવલ રેસિડન્ટ્સ એસોસિએશન
એરવૉશ લેબર
એક્સેટર લેબર
ફેનલેન્ડ કન્ઝર્વેટિવ
ફોકસ્ટોન અને હીથ કોઈ પક્ષ નહિં
ફોરેસ્ટ ઓફ ડીન કોઈ પક્ષ નહિં
ફિલ્ડ કન્ઝર્વેટિવ
ગેટ્સહેડ લેબર
ગેડલીંગ લેબર
ગ્રેવશામ કોઈ પક્ષ નહિં
ગ્રેટ યારમથ કોઈ પક્ષ નહિં
ગિલ્ડફર્ડ કોઈ પક્ષ નહિં
હેલ્ટન લેબર
હાર્બરો કોઈ પક્ષ નહિં
હાર્લો કન્ઝર્વેટિવ
હાર્ટ કોઈ પક્ષ નહિં
હાર્ટલેપૂલ કોઈ પક્ષ નહિં
હેવંટ કન્ઝર્વેટિવ
હરફર્ડશાયર કોઈ પક્ષ નહિં
હર્ટ્સમીયર કોઈ પક્ષ નહિં
હાઇ પીક કોઈ પક્ષ નહિં
હિંકલી અને બોસવર્થ લિબરલ ડેમોક્રેટ
હોર્શમ લિબરલ ડેમોક્રેટ
હલ લિબરલ ડેમોક્રેટ
હાયન્ડબર્ન કોઈ પક્ષ નહિં
ઇપ્સવિચ લેબર
કિંગ્સ લેન અને વેસ્ટ નોર્ફોક કોઈ પક્ષ નહિં
કર્કલીસ લેબર
નોસ્લી લેબર
લેન્કેસ્ટર કોઈ પક્ષ નહિં
લીડ્ઝ લેબર
લેસ્ટર લેબર હોલ્ડ
લુઈસ કોઈ પક્ષ નહિં
લિચફિલ્ડ કોઈ પક્ષ નહિં
લિંકન લેબર
લિવરપૂલ લેબર
લુટન લેબર
મેઇડસ્ટોન કોઈ પક્ષ નહિં
માલ્ડન કોઈ પક્ષ નહિં
માલવર્ન હિલ્સ કોઈ પક્ષ નહિં
માન્ચેસ્ટર લેબર
મેન્સફિલ્ડ કોઈ પક્ષ નહિં
મેડવે લેબર ગેઇન
મેલ્ટન કોઈ પક્ષ નહિં
મિડ ડેવોન લિબરલ ડેમોક્રેટ
મિડ સફોક કોઈ પક્ષ નહિં
મીડ સસેક્સ કોઈ પક્ષ નહિં
મિડલ્સબરો કોઈ પક્ષ નહિં
મિલ્ટન કીન્સ કોઈ પક્ષ નહિં
મોલ વેલી લિબરલ
ન્યુ ફોરેસ્ટ કન્ઝર્વેટિવ
નેવાર્ક અને શેરવુડ કોઈ પક્ષ નહિં
ન્યૂકાસલ-અપોન-ટાઈન લેબર
નોર્થ ડેવોન લિબરલ
નોર્થ ઇસ્ટ ડર્બીશાયર કોઈ પક્ષ નહિં
નોર્થ ઇસ્ટ લિંકનશાયર કન્ઝર્વેટિવ
નોર્થ હર્ટફર્ડશાયર કોઈ પક્ષ નહિં
નોર્થ કેસ્ટવન કન્ઝર્વેટિવ
નોર્થ લિંકનશાયર કન્ઝર્વેટિવ
નોર્થ નોર્ફોક લિબરલ ડેમોક્રેટ
નોર્થ સમરસેટ કોઈ પક્ષ નહિં
નોર્થ ટેનીસાઇડ લેબર
નોર્થ વોરીકશાયર કોઈ પક્ષ નહિં
નોર્થ વેસ્ટ લેસ્ટરશાયર કોઈ પક્ષ નહિં
નોરીચ લેબર
નોટિંગહામ લેબર
ઓડબી અને વિગસ્ટન લિબરલ ડેમોક્રેટ
ઓલ્ડહામ લેબર
પેન્ડલ કોઈ પક્ષ નહિં
પીટરબરો કોઈ પક્ષ નહિં
પ્લેમથ કોઈ પક્ષ નહિં
પોર્ટ્સમથ કોઈ પક્ષ નહિં
પ્રેસ્ટન લેબર
રેડીંગ લેબર
રેડકાર અને ક્લીવલેન્ડ કોઈ પક્ષ નહિં
રેડિચ કન્ઝર્વેટિવ
રાઇગેટ અને બૅનસ્ટેડ કન્ઝર્વેટિવ
 રિબલ વેલી કોઈ પક્ષ નહિં
રોશડેલ લેબર
રોશફોર્ડ કોઈ પક્ષ નહિં
રોસેન્ડેલ લેબર
રોધર કોઈ પક્ષ નહિં
રગ્બી કોઈ પક્ષ નહિં
રન્નીમીડ કોઈ પક્ષ નહિં
રશક્લિફ કન્ઝર્વેટિવ
રશમૂર કન્ઝર્વેટિવ
રટલેન્ડ કોઈ પક્ષ નહિં
સેલફર્ડ લેબર
સેન્ડવેલ લેબર
સેફ્ટન લેબર
સેવનઓક્સ કન્ઝર્વેટિવ
શેફિલ્ડ કોઈ પક્ષ નહિં
સ્લાવ કોઈ પક્ષ નહિં
સોલિહલ કન્ઝર્વેટિવ
સાઉથ ડર્બીશાયર લેબર
સાઉથ ગ્લોસ્ટરશાયર કોઈ પક્ષ નહિં
સાઉથ હેમ્સ લિબરલ ડેમોક્રેટ
સાઉથ હોલેન્ડ કન્ઝર્વેટિવ
સાઉથ કેસ્ટવન કોઈ પક્ષ નહિં
સાઉથ નોર્ફોક કન્ઝર્વેટિવ
સાઉથ ઓક્સફર્ડશાયર લિબરલ ડેમોક્રેટ
સાઉથ રીબલ કોઈ પક્ષ નહિં
સાઉથ સ્ટાફર્ડશાયર કન્ઝર્વેટિવ
સાઉથ ટેનીસાઇડ લેબર
સાઉધમ્પ્ટન લેબર
સાઉથેન્ડ-ઓન-સી કોઈ પક્ષ નહિં
સ્પેલથોર્ન કોઈ પક્ષ નહિં
સેન્ટ આલ્બન્સ લિબરલ ડેમોક્રેટ
સ્ટેફર્ડ કોઈ પક્ષ નહિં
સ્ટેફોર્ડશાયર મૂરલેન્ડ્સ કોઈ પક્ષ નહિં
સ્ટીવનેજ લેબર
સ્ટોકપોર્ટ કોઈ પક્ષ નહિં
સ્ટોકટન-ઓન-ટીઝ કોઈ પક્ષ નહિં
સ્ટોક-ઓન-ટ્રેન્ટ કોઈ પક્ષ નહિં
સ્ટ્રેટફોર્ડ-ઓન-એવન લિબરલ ડેમોક્રેટ
સન્ડરલેન્ડ લેબર
સરે હીથ લિબરલ ડેમોક્રેટ
સ્વેલ કોઈ પક્ષ નહિં
સ્વિંડન લેબર
ટેમસાઇડ લેબર
ટેમવર્થ કોઈ પક્ષ નહિં
ટેન્ડ્રીજ કોઈ પક્ષ નહિં
ટેઈનબ્રિજ લિબરલ ડેમોક્રેટ
ટેલફર્ડ અને રેકિન લેબર
ટેન્ડરિંગ કોઈ પક્ષ નહિં
ટેસ્ટ વેલી કન્ઝર્વેટિવ
ટ્યુક્સબરી કોઈ પક્ષ નહિં
થાનેટ લેબર
થ્રી રીવર્સ લિબરલ
થર્રોક કન્ઝર્વેટિવ
ટનબ્રિજ અને મોલિંગ કોઈ પક્ષ નહિં
ટોરબે કન્ઝર્વેટિવ
ટોરીજ કોઈ પક્ષ નહિં
ટ્રેફર્ડ લેબર
ટનબ્રિજ વેલ્સ કોઈ પક્ષ નહિં
યુટલ્સફર્ડ રેસિડન્ટ્સ એસોસિએશન
વેલ ઓફ વ્હાઇટ હોર્સ લિબરલ ડેમોક્રેટ
વેકફિલ્ડ લેબર
વોલ્સલ કન્ઝર્વેટિવ
વોરિક કોઈ પક્ષ નહિં
વોટફર્ડ લિબરલ ડેમોક્રેટ
વેવરલી કોઈ પક્ષ નહિં
વેલ્ડન કોઈ પક્ષ નહિં
વેલ્વિન હેટફિલ્ડ કોઈ પક્ષ નહિં
વેસ્ટ બર્કશાયર લિબરલ ડેમોક્રેટ
વેસ્ટ ડેવોન કોઈ પક્ષ નહિં
વેસ્ટ લેન્કેશાયર કોઈ પક્ષ નહિં
વેસ્ટ લિન્ડસે કોઈ પક્ષ નહિં
વેસ્ટ ઓક્સફોર્ડશાયર કોઈ પક્ષ નહિં
વેસ્ટ સફોક કોઈ પક્ષ નહિં
વિગન લેબર
વિન્ચેસ્ટર લિબરલ ડેમોક્રેટ
વિન્ડસર અને મેઇડનહેડ લિબરલ ડેમોક્રેટ
વિરાલ કોઈ પક્ષ નહિં
વોકિંગ લિબરલ ડેમોક્રેટ
વોકિંગહામ કોઈ પક્ષ નહિં
વુલ્વરહેમ્પટન લેબર
વુસ્ટર કોઈ પક્ષ નહિં
વર્થિંગ લેબર
વાયચાવન કન્ઝર્વેટિવ
વાયર કન્ઝર્વેટિવ
વાયર ફોરેસ્ટ કન્ઝર્વેટિવ
યોર્ક કોઈ પક્ષ નહિં

 

 

LEAVE A REPLY

fourteen − thirteen =