Lonely Planet Denmark

કોપનહેગનમાં નવીન રેસ્ટોરાંમાં ભોજન કરવું હોય કે ડેનમાર્કના વાઇકિંગ ભૂતકાળ વિશે જાણવું હોય કે પછી કલાત્મક બોર્નહોમ ટાપુના દરિયાકિનારા પર આરામ કરવો હોય. જો તમારી પાસે લોન્લી પ્લેનેટની ડેનમાર્ક ટ્રાવેલ ગાઇડ જેવો વિશ્વાસુ પ્રવાસ સાથી હોય તો તમારી આખી યાત્રા આસાન થઇ જાય છે.

આ લોનલી પ્લેનેટ ડેનમાર્ક – ટ્રાવેલ ગાઈડની અંદર શ્રેષ્ઠ અનુભવો ક્યાંથી મળશે તેની ઝીણવટભરી માહિતી આપવામાં આવી છે. તમારી વ્યક્તિગત જરૂરિયાતો અને ઋચિઓના આધારે તમારી ટૂરને અંતિમ પ્રવાસ બનાવવા માટે તમારી આઇટિનરરીઝ માટે મદદ કરે તેવી માહિતીનો સમાવેશ કરાયો છે. આ ગાઇડમાં રજૂ કરાયેલી માહિતી તમને સ્થાનિક ઇતિહાસ, લોકો, સંગીત, લેન્ડસ્કેપ્સ, વન્યજીવન, રાજકારણ અને અન્ય બાબતોનો વધુ સમૃદ્ધ, લાભદાયી મુસાફરીનો અનુભવ આપે છે.

આ ગાઇડમાં પ્રાદેશિક વાનગીઓ અને ડ્રીંક્સની ઝીણવટભરી માહિતી રજૂ કરવામાં આવી છે. તો એકલા કે કુટુંબ સાથે મુસાફરી કરતા પ્રવાસીઓ, LGBTQIA+ પ્રવાસીઓ માટે સમગ્ર રંગીન નકશાઓ અને ફોટોઝ સાથેની સુલભ મુસાફરી સહિતની વધુ માહિતી રજૂ કરાઇ છે. તો સ્થાનિક ભાષાની ટીપ્સ અને આવશ્યક શબ્દસમૂહો પણ અપાયા છે. સમય અને નાણાં બચાવવા હોય અને ભીડ તથા મુશ્કેલીભર્યા સ્થળોને ટાળીને સ્થાનિક લોકોની જેમ ફરવા માટેની ટિપ્સ પણ અપાઇ છે.

આ ગાઇડમાં સ્થાનિક શહેરો કોપનહેગન, સીલેન્ડ, ફ્યુનેન, જટલેન્ડ, મોન, ફાલ્સ્ટર અને લોલેન્ડ, બોર્નહોમને પણ વરી લેવાયા છે.

લોનલી પ્લેનેટ વિશે:

રેડ વેન્ચર્સ કંપની લોન્લી પ્લેનેટ વિશ્વની નંબર વન ટ્રાવેલ ગાઈડબુક બ્રાન્ડ છે. 1973થી દરેક પ્રકારના પ્રવાસીઓ માટે પ્રેરણાદાયી અને વિશ્વાસપાત્ર બંને માહિતી પૂરી પાડે છે અને તે દર વર્ષે લાખો પ્રવાસીઓ સુધી ઓનલાઈન અને પ્રિન્ટમાં વેચાય છે. તે આપણને સૌને અદ્ભુત અનુભવો અનલોક કરવામાં મદદ કરે છે. તે દરેકની બુકશેલ્ફ, મોબાઈલ ફોન કે ઇન્ટરનેટ પર ઉપલબ્ધ છે.

લેખક પરિચય:

થોમસ ઓ’મેલી

થોમસ ઓ’મેલી બેઇજિંગ સ્થિત લેખક અને ગાઇડ લેખક છે. તેઓ www.tomfreelance.com પર પ્રવાસ-સંબંધિત બ્લોગ રજૂ કરે છે.

સીન કોનોલી વિશે

સીન કોનોલી 2008માં એક વિદ્યાર્થી તરીકે સૌપ્રથમ આફ્રિકા ગયા હતા અને 2011થી બ્રાડટ ગાઇડ્સની સેનેગલની બે આવૃત્તિઓ લખવાની સાથે, સોમાલીલેન્ડ, માલાવી, મોઝામ્બિક, ઘાના, ઉરુગ્વે, સિએરા લિયોન માટે યોગદાન આપ્યું છે.

આ પુસ્તકને 5માંથી 5 સ્ટારનું રેટીંગ મળેલું છે.

Book: Lonely Planet Denmark

Author: Sean Connolly, Mark Elliott, Adrienne Murray Nielsen, Thomas O’Malley

Publisher:‎ Lonely Planet

Price: £15.99

 

LEAVE A REPLY

twenty − 12 =