Long mobile phone calls can increase blood pressure
પ્રતિકાત્મક તસવીર (istockphoto)

લાંબા સમય સુધી કરવામાં આવતા મોબાઈલ ફોન કોલ્સને કારણે બ્લડ પ્રેશરમાં વધારો થઇ શકે છે એમ એક સંશોધનમાં બહાર આવ્યું છે. પરંતુ હેન્ડ્સ-ફ્રી કીટ અથવા સ્પીકર્સનો ઉપયોગ કરનારાઓને હાઈ બ્લડ પ્રેશર વધી શકે છે કે કેમ તે અંગે કોઈ લિંક જણાઇ નથી.

આ અભ્યાસમાં 54 વર્ષની સરેરાશ વય ધરાવતા 212,000 પુખ્ત વયના બ્રિટિશ લોકો પર ધ્યાન આપવામાં આવ્યું હતું અને તેનું 12-વર્ષના ફોલો-અપ કરાયું હતું. અઠવાડિયામાં 30 મિનિટ કરતા ઓછો સમય કૉલ કરનારા લોકો કરતા વધુ સમય કોલ કરનારા લોકોને હાઈ બ્લડ પ્રેશર હોવાનું નિદાન થવાની શક્યતા 12 ટકા વધુ હતી. અઠવાડિયામાં ચાર કલાકથી વધુ સમય કૉલ કરનારના જોખમમાં 16 ટકાનો અને અઠવાડિયામાં છ કલાક ફોન પર વિતાવનારા લોકોમાં હાઈ બ્લડ પ્રેશર હોવાનું નિદાન થવાની શક્યતા 25 ટકા વધુ હતી.

સંશોધકોએ સૂચવ્યું હતું કે મોબાઇલ ફોન દ્વારા ફેંકાતા રેડિયો ફ્રીક્વન્સી એનર્જીના ઊર્જાના નીચા સ્તરના સંપર્કમાં આવવાથી બ્લડ પ્રેશર વધી શકે છે. કૉલ્સ પર કલાકો ગાળવાથી ખરાબ ઊંઘ અને વધુ તણાવ સર્જાય છે અને કાર્ડિયોવેસ્ક્યુલર હેલ્થને નુકસાન પહોંચાડી શકે છે.

ચીનની સધર્ન મેડિકલ યુનિવર્સિટીના અભ્યાસના મુખ્ય લેખક ઝિઆનહુઈ કિને જણાવ્યું હતું કે “લોકો મોબાઈલ પર વાત કરવામાં કેટલી મિનિટો વિતાવે છે તે હૃદયના સ્વાસ્થ્ય માટે મહત્વપૂર્ણ છે. હૃદયના સ્વાસ્થ્યને જાળવવા માટે મોબાઇલ ફોન કૉલને ઓછામાં ઓછો રાખવાનું સમજદારીભર્યું લાગે છે.’’

ઈંગ્લેન્ડમાં ચારમાંથી એક કરતાં વધુ પુખ્ત વયના લોકો હાઈ બ્લડ પ્રેશર, અથવા હાયપરટેન્શનથી પીડાય છે. તેને “સાયલન્ટ કિલર” તરીકે ઓળખવામાં આવે છે અને ભાગ્યે જ તેના લક્ષણો દર્શાવે છે. તે અડધાથી વધુ સ્ટ્રોક અને હાર્ટ એટેક માટે જવાબદાર છે, અને હૃદય રોગ, કિડની રોગ અને ડિમેન્શીયાનું જોખમ પણ વધારે છે.

LEAVE A REPLY

6 + 19 =