GettyImages)

જગન્નાથ પુરીમાં ભગવાન જગન્નાથની રથયાત્રા નિકાળવાના મુદ્દે ચાલી રહેલી ચર્ચાનો અંત આવ્યો છે. સુપ્રીમ કોર્ટે શરતોને આધિન રથયાત્રા નિકાળવા માટે મંજૂરી આપી દીધી છે. આ પહેલા સુપ્રીમ કોર્ટે જગન્નાથ પુરીમાં રથયાત્રા પર કોરોના મહામારીને કારણે 18 જૂને રોક લગાવી દીધી હતી, પરંતુ નિર્ણય વિરુદ્ધ પુર્નવિચારની અરજીઓ દ્વારા આદેશ પર રોક લગાવવાની માંગ કરવામાં આવી હતી.

આ અરજીઓ પર સુનાવણી કરતા ચીફ જસ્ટિસ એસએ બોબડેના નેતૃત્વવાળી 3 જજોને બેન્ચે આજે રથયાત્રાની મંજૂરી આપી હતી, કોર્ટમાં કેન્દ્ર સરકારે પણ રથયાત્રાનું સમર્થન કર્યુ હતું. સુપ્રીમ કોર્ટે આદેશમાં એમપણ જણાવ્યુ હતું કે રથયાત્રા સ્વાસ્થ મુદ્દાઓ સાથે અવગણના વગર મંદિર સમિતિ, રાજ્ય અને કેન્દ્ર સરકારના સમન્વયથી આયોજીત કરવામાં આવે.

અન્ય શરતોમાં સુપ્રીમ કોર્ટે જણાવ્યુ કે રાજ્ય સરકારને પુરીમાં કોરોના સંક્રમણની કેસોની વૃદ્ધિ થવા રથયાત્રા રોકવાની સંપૂર્ણ સ્વતંત્રતા છે. રથયાત્રા પુરી સિવાય અન્ય ક્યાંય નહીં યોજાય. રથયાત્રાનું સમગ્ર સંચાલન રાજ્ય સરકારને આધિન જગન્નાથ મંદિર ટ્રસ્ટ દ્વારા જ કરવામાં આવે.