British-Indian Lord Mayor, Councillor Chaman Lal (Image Credit Twitter)

વેસ્ટ મિડલેન્ડના બર્મિંગહામના પ્રથમ બ્રિટિશ ભારતીય લોર્ડ મેયર તરીકે કાઉન્સિલર ચમન લાલની વરણી થઇ છે જેઓ બ્રિટિશ શીખોના રવિદાસિયા સમુદાયના છે. તેમનો જન્મ ભારતના હોશિયારપુરના પખોવાલ ગામમાં થયો હતો. યુકે આવ્યા પછી તેમણે ઘણા વર્ષોથી સ્થાનિક કાઉન્સિલર તરીકે સેવા આપી હતી.

સૌપ્રથમ તેઓ 1994માં લેબર પાર્ટીના કાઉન્સિલર તરીકે ચૂંટાયા હતા. હાલમાં યોજાયેલી ચૂંટણીઓમાં તેઓ સોહો અને જ્વેલરી ક્વાર્ટર વોર્ડ માટે ફરીથી ચૂંટાયા હતા. ભારતમાં જન્મેલા ચમન લાલે મેયર તરીકે ચૂંટનાર સાથી કાઉન્સિલરોનો આભાર માન્યો હતો.

ચમન લાલના પિતા સરદાર હરનામ સિંહ બંગાએ  બ્રિટિશ ભારતીય સૈન્ય અધિકારી હતા અને બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન ઇટાલિયન અભિયાનમાં સેવા આપ્યા બાદ 1954માં ઈંગ્લેન્ડ આવી બર્મિંગહામમાં સ્થાયી થયા હતા.

ચમન લાલ 1964માં માતા જય કૌર સાથે ઇંગ્લેન્ડ આવ્યા હતા અને ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયર તરીકે લાયકાત મેળવી એપ્રેન્ટિસ અને પછી સૌથી યુવા ચિફ એન્જીનીયર બન્યા હતા. લાલે પાછળથી પોતાનો ઈલેક્ટ્રોનિક્સ તેમજ અન્ય બિઝનેસ શરૂ કર્યો હતો. 1971માં વિદ્યાવતિ સાથે લગ્ન કર્યા હતા અને દંપતીને ત્રણ પુત્રીઓ અને બે પુત્રો છે.

1989માં લેબર પાર્ટીમાં જોડાયા બાદ છેલ્લા 29 વર્ષોમાં મોટાભાગની સ્થાનિક કાઉન્સિલની સમિતિઓમાં સેવા આપી છે. તેમણે વેસ્ટ મિડલેન્ડ ટ્રાન્સપોર્ટ ઓથોરિટીમાં ઘણાં વર્ષો સેવા આપી છે. તેમણે ટ્રાન્સપોર્ટ સ્ક્રુટિની કમિટીના અધ્યક્ષ તરીકે સેવાઓ આપી હતી.

LEAVE A REPLY

nine − 7 =