(ANI Photo/Mohd Zakir)

ગુજરાતમાં 35 મુસ્લિમ ઉમેદવારો લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે, પરંતુ કોંગ્રેસે આ વખતે તેની પરંપરા તોડી છે અને રાજ્યમાં આ સમુદાયમાંથી એક પણ વ્યક્તિને મેદાનમાં ઉતાર્યા નથી. મુસ્લિમ સમુદાયના મોટાભાગના ઉમેદવારો કાં તો અપક્ષ તરીકે ચૂંટણી લડી રહ્યાં છે અથવા ઓછા જાણીતા પક્ષો દ્વારા મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.

કોંગ્રેસે દલીલ કરી હતી કે ભરૂચ લોકસભા બેઠક પરથી  પરંપરાગત રીતે મુસ્લિમ ઉમેદવારને મેદાનમાં ઉતારતી હતી, પરંતુ  આ વખતે બેઠક વહેંચણીના કરારના ભાગરૂપે આ બેઠક આમ આદમી પાર્ટી (AAP) પાસે ગઈ છે. રાષ્ટ્રીય પક્ષો પૈકી માત્ર બહુજન સમાજ પાર્ટી (BSP)એ રાજ્યમાં 7 મેની ચૂંટણી માટે ગાંધીનગરથી મુસ્લિમ ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે.

આ વખતે ગુજરાતની 26 બેઠકોમાંથી 25 બેઠકો પર યોજાનારી લોકસભાની ચૂંટણી માટે 35 મુસ્લિમ ઉમેદવારો મેદાનમાં છે, જ્યારે 2019માં આ સમુદાયના 43 ઉમેદવારો હતા.

1977માં કોંગ્રેસે બે મુસ્લિમ ઉમેદવારોને સંસદમાં મોકલ્યા હતાં. તેમાં અમદાવાદથી એહસાન જાફરી અને ભરૂચથી અહેમદ પટેલનો સમાવેશ થાય છે. અહેમદ પટેલ 1980 અને 1984માં ભરૂચમાંથી બે વાર ચૂંટણી જીત્યા હતાં. માયાવતીની આગેવાની હેઠળની બસપાએ આ વખતે ગાંધીનગરથી ચૂંટણી લડવા માટે મોહમ્મદ અનીસ દેસાઈને ટિકિટ ઓફર કરી છે, જ્યાં તેઓ ભાજપના હેવીવેઇટ અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહનો મુકાબલો કરી રહ્યાં છે. ગાંધીનગર બેઠક પર સૌથી વધુ આઠ મુસ્લિમ ઉમેદવારો મેદાન છે.

ચૂંટણી પંચના આંકડા મુજબ જામનગર અને નવસારીમાં પાંચ-પાંચ, પાટણ અને ભરૂચમાં ચાર-ચાર, પોરબંદર અને ખેડામાં બે-બે અને અમદાવાદ પૂર્વ, બનાસકાંઠા, જૂનાગઢ, પંચમહાલ અને સાબરકાંઠામાં એક-એક મુસ્લિમ ઉમેદવાર છે.

LEAVE A REPLY

19 + 7 =