ધંધૂકા-બગોદરા રોડ પર ખડોળ પાટિયા મંગળવારે વહેલી સવારે પાસે ટ્રાવેલ્સ એજન્સીની લક્ઝરી બસ પલટી ખાઈ જતા થયેલા ગોઝારા અકસ્માત ઓછામાં ઓછા 35 મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા. આ અકસ્માતમાં 3 નાનાં બાળક સહિત 11 ઇજાગ્રસ્તોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું.
બસ અમદાવાદથી સૌરાષ્ટ્ર તરફ જઈ રહી હતી.પ્રાપ્ત વિગતો મુજબ ભાવનગર દર્શને જતા લોકોને અકસ્માત નડ્યો હતો. બસ ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબૂ ગૂમાવતા બસ પલટી ગઈ હતી જેમાં 30થી વધુ મુસાફરોને નાની મોટી ઈજા થઈ છે જો કે સમગ્ર મામલે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે તપાસ હાથ ધરી છે. 108ની 6 એમ્બ્યુલન્સ દ્વારા ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા હતા.

            











