Prime Minister Boris Johnson - REUTERS

–        એક્સક્લુઝીવ

–        બર્ની ચૌધરી અને સરવર આલમ દ્વારા

વડા પ્રધાન બોરિસ જૉન્સન બ્રિટિશ જનતાનો વિશ્વાસ ગુમાવી ચૂક્યા છે અને હાલમાં ઉછીના લીધેલા સમય પર છે એમ બે વરિષ્ઠ ટોરી સૂત્રોએ ગરવી ગુજરાતને જણાવ્યું છે. એવી અટકળો છે કે તેમનું સમર્થન કરતા સાંસદોને તેમની ટીમમાં સ્થાન આપી શકે છે.

એક ટોરી રાજકારણીએ ‘ગરવી ગુજરાત’ને કહ્યું હતું કે “તેઓ પ્રોબેશન પર છે. સંદેહ વિના, તેઓ ઉધાર લીધેલા સમય પર જીવે છે. જાહેર સેવાના કોઈપણ સ્વરૂપમાં, જો તમે વિશ્વાસ ગુમાવો છો, તો તમે તમારી સત્તા, વિશ્વસનીયતા અને પ્રમાણિકપણે, તમારા જીવનને નબળુ પાડો છો. આગામી 12 મહિના દેખીતી રીતે ખૂબ જ મુશ્કેલ હશે. પક્ષની અંદર વડાપ્રધાન સામે વ્યાપક બળવો છે.’’

બીજા રાજકારણીએ કહ્યું હતું કે “મેં મારા જીવનના 40 વર્ષ બ્રિટિશ એશિયન સમુદાયમાં કન્ઝર્વેટિવ પાર્ટીને સમર્થન આપવા માટે વિતાવ્યા છે અને હું ખરેખર સફળ રહ્યો છું. પક્ષ માટે સખત મહેનત કરતા કાર્યકરો જૉન્સન દ્વારા દગો થયો હોવાનું અનુભવે છે. તેમણે પાર્ટીને નુકસાન પહોંચાડ્યું છે. લોકોમાં પાર્ટી સામે નહીં, પરંતુ નેતૃત્વ સામે રોષ હતો. લોકોનો નેતૃત્વમાંથી વિશ્વાસ ઉઠી ગયો છે. નવા નેતૃત્વ હેઠળ કન્ઝર્વેટિવ પાર્ટીને ફરીથી બનાવવાની જરૂર છે.’’

યુગોવના અન્ય મતદાન અનુસાર કન્ઝર્વેટિવ સભ્યોમાં, 42 ટકા ઇચ્છે છે કે સાંસદો જૉન્સનને બરતરફ કરે.

ટિવરટોન અને હોનિટોનમાં હારની અપેક્ષા રાખતા જૉન્સનના પ્રખર સમર્થક લોર્ડ રેમી રેન્જરે કહ્યું હતું કે  “હું હંમેશા વડા પ્રધાનની પાછળ છું. તેમની પાસે ખૂબ જ મુશ્કેલ કાર્ય હતું અને તેમણે કેટલીક જાદુઈ વસ્તુઓ કરી હતી. સરકારનો રસીકરણનો રોલ-આઉટ કાર્યક્રમ વિશ્વમાં અભૂતપૂર્વ હતો. હવે દેશના સૌથી મોટા પડકારનો સામનો કરવાનો અને અર્થતંત્રને સ્થિર કરવાનો સમય છે. બ્રિટિશ એશિયન વડા પ્રધાનનો સમય આવી ગયો છે.”

નોર્થ વેસ્ટ કેમ્બ્રિજશાયરના સાંસદ શૈલેષ વારાએ ચેતવણી આપી હતી કે “આ યુકેના ઇતિહાસનો નિર્ણાયક સમય છે. ટોરી સાંસદો માટે નેતૃત્વ માટે ધક્કા ખાવાનો સમય નથી. કન્ઝર્વેટિવ પાર્ટી માટે ત્રણ મહિનાની આત્મભોગનો સમયગાળો છે. વડા પ્રધાને ‘ગંભીર ભૂલો’ કરી હતી પરંતુ તેઓ દેશનું નેતૃત્વ કરવા માટે શ્રેષ્ઠ વ્યક્તિ છે. તેમણે અનેક મોટા મુદ્દાઓ પર યોગ્ય નિર્ણય લીધો છે.’’