ફાઇલ ફોટો (PTI Photo)

ટોક્યો ઓલિમ્પિક્સમાં અમદાવાદની સ્વિમર માના પટેલ મહિલાઓની 100 મીટર બેકસ્ટ્રોકની સેમિફાઈનલમાં પ્રવેશ કરવામાં નિષ્ફળ રહી હતી. માના પટેલ પોતાની હીટમાં બીજા ક્રમે રહી હતી. તમામ હીટમાંથી ટોપ-16 સ્વિમર્સ સેમિફાઈનલ માટે ક્વોલિફાઈ થયા હતા.

21 વર્ષીય માના પટેલ હીટ-1માં 1:05.20ના સમય સાથે બીજા ક્રમે રહી હતી. જ્યારે ઝિમ્બાબ્વેની ડોનાટા કાતાઈ 1:02.20ના સમય કરતા ત્રણ સેકન્ડ પાછળ રહી હતી. માના પટેલ પોતાના વ્યક્તિગત શ્રેષ્ઠ ટાઈમિંગને પાર કરી શકી ન હતી. તમામ હીટની સ્વિમર્સમાં માના પટેલ 39માં ક્રમે રહી હતી. માના પટેલ ‘એ’ કટ મેળવવામાં નિષ્ફળ રહ્યા બાદ યુનિવર્સાલિટી ક્વોટાના માધ્યમથી ટોક્યો ઓલિમ્પિક્સ માટે ક્વોલિફાઈ થઈ હતી. માના પટેલ આ સિવાય અન્ય કોઈ ઈવેન્ટ માટે ક્વોલિફાઈ થઈ નથી, જેના કારણે તેના માટે ઓલિમ્પિક્સ પૂરી થઈ ગઈ છે.