(ANI Photo)

ICAR-સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ફોર સબટ્રોપિકલ હોર્ટિકલ્ચરના ડિરેક્ટર ટી દામોદરને જણાવ્યું હતું કે આ વર્ષે ભારતમાં કેરીનું કુલ ઉત્પાદન લગભગ 14 ટકા વધી 24 મિલિયન ટન થવાનો અંદાજ છે. ભારતીય હવામાન વિભાગે એપ્રિલ-મે મહિનાઓમાં હીટવેવ આગાહી કરી છે, પરંતુ તેનાથી કેરીથી ઉપજ પર નોંધપાત્ર અસર ન થવાની ધારણા છે. ભારત એક મુખ્ય કેરી ઉત્પાદક દેશ છે, જે વિશ્વના ઉત્પાદનમાં લગભગ 42 ટકા યોગદાન આપે છે.

તાજેતરની આગાહીમાં ભારત હવામાન વિભાગ (IMD)એ સંખ્યાબંધ હીટવેવની આગાહી કરી છે. આ હીટવેવ સામાન્ય બેથી ચાર દિવસને બદલે 10-20 દિવસની વચ્ચે રહી શકે છે.દક્ષિણ દ્વીપકલ્પના મોટાભાગના ભાગો, મધ્ય ભારત, પૂર્વ ભારત અને ઉત્તર પશ્ચિમ ભારતના મેદાનોમાં તાપમાન સામાન્ય કરતા વધુ રહેવાની ધારણા છે.

દામોદરને જણાવ્યું હતું કે “કેરીના ફૂલોની પ્રક્રિયા ફળ આવવાની પ્રક્રિયાનો એક નિર્ણાયક ભાગ છે. સાનુકૂળ હવામાનને કારણે આંબામાં મોર આવી ચુક્યાં છે. પોલિનેશન પણ સામાન્ય છે અને ફળ આવવાની શરૂઆત થઈ ચુકી છે. સામાન્ય હીવવેવથી ઉપજને અસર કરશે, પરંતુ આડકતરી રીતે પાકને મદદ કરશે. કેરીના પાકની સંભાવના હાલમાં સારી છે. કુલ ઉત્પાદન 2023-24 પાક વર્ષ (જુલાઈ-જૂન)માં વધીને 24 મિલિયન ટન થઈ શકે છે, જે 2022-23માં 21 મિલિયન ટન હતું.

દક્ષિણ ભારતમાં કેરીનું ઉત્પાદન બમ્પર રહેવાની શક્યતા છે. દક્ષિણ ભારત  દેશના કુલ ઉત્પાદનમાં 50 ટકાનું યોગદાન આપે છે. ગયા વર્ષે દક્ષિણના રાજ્યોએ હવામાનની પ્રતિકૂળતાને કારણે 15 ટકા નુકસાનનો સામનો કરવો પડ્યો હતો. જોકે આ વર્ષે સ્થિતિ વધુ સારી છે. કેરી એ ભારતમાં એક મહત્વપૂર્ણ પાક છે અને તેને ‘ફળોનો રાજા’ કહેવામાં આવે છે.

 

LEAVE A REPLY

2 × five =