REUTERS/Carlos Osorio/Pool


માર્ક કાર્નીનું પીએમ બનવું કેનેડામાં ભારત માટે નવી શરૂઆત સમાન છે. વડાપ્રધાન તરીકે ચૂંટાયા પહેલા પણ તેમણે ભારત સાથે સંબંધો સુધારવાનું વચન આપ્યું હતું. કાર્નેએ કહ્યું હતું કે જો તેઓ વડા પ્રધાન બનશે તો તેઓ ભારત સાથે વેપાર સંબંધોનું પુનઃનિર્માણ કરશે.

અમેરિકાએ કેનેડા પર લાદેલી ટેરિફ અંગે કેલગરીના આલ્બર્ટામાં મીડિયાના પ્રશ્નોના જવાબમાં કાર્નીએ જણાવ્યું હતું કે કેનેડા સમાન વિચારધારા ધરાવતા દેશો સાથેના વેપાર સંબંધોનું વૈવિધ્યીકરણ કરવા માંગે છે અને ભારત સાથેના સંબંધોને ફરીથી બનાવવાની તકો છે. વ્યાપારી સંબંધની આસપાસ મૂલ્યોની સહિયારી ભાવના હોવી જરૂરી છે, અને જો હું વડાપ્રધાન હોઉં, તો હું તેને બનાવવાની તકની રાહ જોઇશ.

કાર્ની ભારતના અર્થતંત્રની સારી સમજ ધરાવે છે. તેઓ આ વર્ષેના જાન્યુઆરી સુધી બ્રુકફિલ્ડ એસેટ મેનેજમેન્ટના બોર્ડના અધ્યક્ષ હતાં. બ્રુકફિલ્ડ ભારત વિશે ખૂબ જ આશાવાદી છે, જે રિયલ એસ્ટેટ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રિન્યુએબલ એનર્જી, પ્રાઇવેટ ઇક્વિટી અને ખાસ રોકાણો સહિત વિવિધ ક્ષેત્રોમાં લગભગ $30 બિલિયનની સંપત્તિનું સંચાલન કરે છે.

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments