MCC life time membership to 5 Indian cricketers including Dhoni, Yuvraj
(ANI Photo/Chennai Super Kings Twitter)

લંડનની મેરીલીબોન ક્રિકેટ ક્લબ (એમસીસી) એ મહેન્દ્ર સિંહ ધોની તથા અન્ય ચાર ભારતીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટરોને લાઇફ ટાઈમ મેમ્બરશિપ‘ એનાયત કરી ગયા સપ્તાહે તેમનું સન્માન કર્યું હતું. અન્ય ચાર ખેલાડીઓમાં યુવરાજ સિંહસુરેશ રૈનાભૂતપૂર્વ ભારતીય મહિલા ક્રિકેટર મિતાલી રાજ અને ઝુલન ગોસ્વામીનો સમાવેશ થાય છે. MCCએ ટેસ્ટ ક્રિકેટ રમતા 8 દેશોના કુલ 17 નવા ખેલાડીઓને આ રીતે આજીવન સભ્યપદનું સન્માન આપવાની જાહેરાત કરી હતી.

ઝુલન ગોસ્વામીએ ગયા વર્ષે લોર્ડ્સમાં ઇંગ્લેન્ડ વિરુદ્ધ વન-ડે ઇન્ટરનેશનલ મેચ પછી નિવૃત્તિ લીધી હતી. તે મહિલા ખેલાડીઓમાં વન-ડેમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે, તો મિતાલી રાજ 211 ઇનિંગ્સમાં 7,805 રન સાથે સૌથી વધુ રનના લિસ્ટમાં ટોપ પર છે. 

LEAVE A REPLY

one × 5 =