શિયાળાની ઋતુમાં મોટી સંખ્યામાં વિદેશી પક્ષીઓ કચ્છના નાના રણમાં હજારો કિલોમીટર અંતર કાપીને ઠંડીની સીઝન ગાળવા આવતા હોય છે. અત્યારે કચ્છના નાના રણમાં યાયાવર પક્ષીઓ વેકેશન ગાળવા આવી પહોંચ્યા છે. ખાસ કરીને ફ્લેમિંગો, સ્પૂન બિલ, કુંજ, ટિલોર, પેરિગ્રીન ફાલકન, રણ ચકલી, નાઈટ જાર, ડેમોલિન, જેવા વિવિધ પ્રકારના પક્ષીઓ રણમાં જોવા મળે છે. આ કચ્છના નાના રણનો વિસ્તાર 4953 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો છે. આ પક્ષીઓને જોવા માટે રાજ્ય અને બહારથી પણ લોકો મોટી સંખ્યામાં અહીં આવે છે. અત્યારે યુરોપ જેવા દેશોમાં બરફ વધુ હોવાથી આ પક્ષીઓ આ રણ વિસ્તારમાં આવતા હોય છે, તેઓ લગભગ ચાર મહિના સુધી અહીં રહેતા હોય છે. જેનું મુખ્ય કારણ તેમને આ જગ્યાએ પૂરતો ખોરાક અમે સલામતી અને વાતાવરણ પણ અનુકૂળ હોવાથી અહીં દર વર્ષે આવે છે. આ પક્ષીઓને કોઈ જાતની તકલીફ ન પડે એમ એ તેમને કોઈ ખલેલ ન પહોંચે તે માટે અભયારણ્ય દ્વારા પણ કાળજી લેવામાં આવે છે. આ સમયમાં હજારો પ્રવાસીઓ રણની મુલાકાત લેતા હોય છે.

LEAVE A REPLY

17 − 13 =