આણંદમાં રૂ. 270 કરોડના 22 વિકાસ કામોનું મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રભાઇ પટેલે તાજેતરમાં ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું. આ કામોથી આણંદ જિલ્લાના વિકાસને નવી ઉંચાઇ મળવાની છે. આ પ્રસંગે આરોગ્ય પ્રધાન ઋષિકેશભાઇ પટેલે જણાવ્યું હતું કે, આગામી સમયમાં આણંદમાં અંદાજે રૂ. 150 કરોડના ખર્ચે સિવિલ હોસ્પિટલ અને અંદાજિત રૂપિયા 15 કરોડના ખર્ચે આયુર્વેદિક હોસ્પિટલનું નિર્માણ થનાર છે, જેનું ખાતમુહૂર્ત આગામી બે માસમાં થઇ જશે.
આ કાર્યક્રમ પૂર્વે મુખ્ય પ્રધાન અને મહાનુભાવોએ સ્થાનિક બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિરના દર્શન કર્યા હતા, જ્યાં ભગવતચરણ સ્વામીએ તેમનું અભિવાદન કર્યું હતું.

LEAVE A REPLY

15 + fifteen =