Universal Credit rules and Energy Bill

ચાન્સેલર ક્વાસી ક્વાર્ટેંગે મિની-બજેટ જાહેર કરી દાવો કર્યો હતો કે પેઢીઓ દરમિયાન કરાયેલો સૌથી મોટો ટેક્સ કાપ છે. તેમણે એપ્રિલ 2023થી આવકવેરાના મૂળ દરમાં 1 ટકાનો ધટાડો કરી 19% કરવાની જાહેરાત કરી હતી. સરકારનો અંદાજ છે કે તે કપાતથી 31 મિલિયન લોકોને વર્ષે £170 વધુ મળશે. હાલમાં, ઈંગ્લેન્ડ, વેલ્સ અને નોર્ધર્ન આયર્લેન્ડના લોકો £12,571 થી £50,270 વચ્ચેની કમાણી પર  20% લેખે ટેક્સ ચૂકવે છે. આજ રીતે £50,270 કરતાં વધુ કમાણી પર આવકવેરાનો દર 45%ના બદલે આવતા વર્ષે એપ્રિલથી 40% કરાયો હતો.

6 નવેમ્બરથી નેશનલ ઈન્સ્યોરન્સ (NI) માં તાજેતરના વધારાને રિવર્સ કરાયો હતો. કામદારો અને એમ્પલોયર્સ ગત એપ્રિલથી પ્રતિ પાઉન્ડ વધારાના 1.25p ચૂકવતા હતા. NHS માટેની નવી આરોગ્ય અને સામાજિક સંભાળ લેવી રજૂ કરવામાં આવશે નહીં. કોર્પોરેશન ટેક્સમાં યુકે-વ્યાપી વધારો રદ કરાયો હતો જે એપ્રિલ 2023માં 19%થી વધીને 25% થવાનો હતો.

જો લોકો જોબ શોધવાની પ્રતિબદ્ધતાઓ પૂરી નહિં કરે તેમના બેનિફીટ્સ ઘટાડીને તેમના યુનિવર્સલ ક્રેડીટ અંગેના નિયમો કડક કરાયા છે. યુનિવર્સલ ક્રેડિટ પરના લગભગ 120,000 વધુ લોકોને વધુ કામ મેળવવા માટે પગલાં લેવાનું કહેવાશે. અથવા તેમના બેનીફીટ્સ ઘટાડવામાં આવશે. 50 વર્ષથી વધુ ઉંમરના જોબસીકર્સને જોબ માર્કેટમાં પાછા ફરવામાં મદદ કરવા વર્ક કોચ સાથે વધારાનો સમય આપવામાં આવશે.

નવી અને સ્ટાર્ટ-અપ કંપનીઓ રોકાણકારોને કર રાહત આપતી સ્કીમ હેઠળ £250,000 સુધી એકત્ર કરી શકશે. કર્મચારીઓ માટેના શેર વિકલ્પો £30,000 થી £60,000 સુધી બમણા થયા છે.

ઈંગ્લેન્ડ અને નોર્ધર્ન આયર્લેન્ડમાં મિલકત ખરીદનાર લોકોએ £250,000 સુધી કોઈ સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડશે નહિ. પ્રથમ વખત ઘર ખરીદનારાઓએ £425,000 સુધીના ઘર માટે સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડશે નહિં.

સરકારે દાવો કર્યો હતો કે એનર્જી બિલો સ્થિર કરવાના કારણે ફુગાવો 5 ટકા પોઈન્ટ્સ ઘટશે. ઑક્ટોબરથી છ મહિના માટે ઊર્જા પેકેજની કુલ કિંમત આશરે £60 બિલિયન થવાની ધારણા છે

બેંકર્સના બોનસને મર્યાદિત કરતા નિયમો રદ કરાશે. વિદેશી મુલાકાતીઓને ખરીદી પરની VATમાં મુક્તિ અપાશે. બિયર, સાઇડર, વાઇન અને સ્પિરિટ પરની ડ્યૂટીમાં આયોજિત વધારો રદ કરાયો છે.

સરકાર ઈંગ્લેન્ડમાં 38 સ્થાનિક વિસ્તારો સાથે ઈન્વેસ્ટમેન્ટ ઝોન સ્થાપવાની ચર્ચા કરી રહી છે. આવાસ અને વાણિજ્યિક ઉપયોગ માટે જમીન છોડવા માટે કરમાં કાપ અને ઉદાર આયોજન નિયમોની ઓફર કરાશે.  ઈન્વેસ્ટમેન્ટ ઝોને કોઈ બિઝનેસ રેટ અને સ્ટેમ્પ ડ્યુટી માફી જેવા પગલાં ઓફર કર્યા છે.

LEAVE A REPLY

4 × one =