મિસ ઈન્ડિયા વર્લ્ડ 2022 સિની શેટ્ટી (ફાઇલ ફોટો) . (ANI Photo/ Shrikant Singh)

ભારતમાં આશરે 28 વર્ષ પછી પ્રખ્યાત આંતરરાષ્ટ્રીય સૌંદર્ય સ્પર્ધા મિસ વર્લ્ડનુ આયોજન થશે. 71મી મિસ વર્લ્ડ સ્પર્ધા 18 ફેબ્રુઆરીથી 9 માર્ચ વચ્ચે ભારતમાં યોજાશે. 9 માર્ચે મુંબઈમાં જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટર ખાતે આ સ્પર્ધાની ભવ્ય ફિનાલે યોજાશે. વિશ્વભરમાંથી 120 સ્પર્ધકો વિવિધ સ્પર્ધાઓ અને સખાવતી પહેલમાં ભાગ લેતા જોવા મળશે.

આયોજકોએ શુક્રવારે જાહેરાત કરી હતી કે 71મી મિસ વર્લ્ડની શરૂઆત 20 ફેબ્રુઆરીએ નવી દિલ્હીમાં ઈન્ડિયા ટુરિઝમ ડેવલપમેન્ટ કોર્પોરેશન (આઈટીડીસી) દ્વારા આયોજિત ‘ઓપનિંગ સેરેમની’ અને ‘ઈન્ડિયા વેલકમ ધ વર્લ્ડ ગાલા’ સાથે થશે. તે 9 માર્ચે મુંબઈમાં જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ભવ્ય ફિનાલે સાથે સમાપ્ત થશે. ભવ્ય સમારંભનું સમગ્ર વિશ્વમાં સ્ટ્રીમિંગ અને ટેલિકાસ્ટ કરવામાં આવશે.

આ સ્પર્ધાના વિવિધ કાર્યક્રમો નવી દિલ્હીમાં ભારત મંડપમ સહિત વિવિધ સ્થળોએ યોજાશે.

નવી દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સમાં આ સ્પર્ધાના કાર્યક્રમની સત્તાવાર જાહેરાત કરાઈ હતી. આ પ્રસંગે હાલની મિસ વર્લ્ડ પોલેન્ડની કેરોલિના બિલાવસ્કા ઉપરાંત ભૂતપૂર્વ વિજેતા ટોની એન સિંઘ (જમૈકા), વેનેસા પોન્સ ડી લિયોન (મેક્સિકો), માનુષી છિલ્લર (ભારત) અને સ્ટેફની ડેલ હાજર હતી.

મિસ વર્લ્ડ ઓર્ગેનાઈઝેશનના અધ્યક્ષ અને સીઈઓ જુલિયા મોર્લીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ભારત પ્રત્યેનો મારો પ્રેમ કોઈ છૂપો નથી અને આ દેશમાં 71મો મિસ વર્લ્ડ ફેસ્ટિવલ યોજવો એ મારા માટે ઘણું મહત્ત્વનું છે. ભારતમાં આ સ્પર્ધાની વાપસીના વાસ્તવિકતા બનાવવા અથાક પ્રયાસો બદલ જમીલ સૈદી ખૂબ ખૂબ આભાર. અમે 71મી આવૃત્તિ માટે ખૂબ જ શ્રેષ્ઠ બનાવી છે.

ભારતે છેલ્લે 1996માં આંતરરાષ્ટ્રીય સૌંદર્ય સ્પર્ધાનું આયોજન કર્યું હતું. માનુષી છિલ્લર સ્પર્ધા જીતનાર સૌથી તાજેતરની ભારતીય સ્પર્ધક છે. માનુષી છિલ્લરે 2017માં તાજ પહેર્યો હતો. અગાઉ રીટા ફારિયા પોવેલ, ઐશ્વર્યા રાય, ડાયના હેડન, યુક્તા મુખી અને પ્રિયંકા ચોપરા જોનાસે સ્પર્ધા જીતી હતી.

 

 

LEAVE A REPLY

seven − four =