Modi inaugurated the 'Global Millets Conference'
(ANI Photo)

નવી દિલ્હીમાં શનિવારે (18 માર્ચ)એ ‘ગ્લોબલ મિલેટ્સ (શ્રી અન્ન) કોન્ફરન્સનું ઉદ્ઘાટન પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ભારતની દરખાસ્ત અને પ્રયાસો પછી સંયુક્ત રાષ્ટ્રએ 2023ને ‘ઈન્ટરનેશનલ યર ઓફ મિલેટ્સ (IYMI) તરીકે જાહેર કર્યું તે આપણા માટે બહુ સન્માનની બાબત છે. મોદીએ આ પ્રસંગે ખાસ પોસ્ટલ સ્ટેમ્પ અને રૂ.75ના ચલણી સિક્કાનું પણ અનાવરણ કર્યું હતું. 

ગયાનાના પ્રમુખ મોહમ્મદ ઇરફાન અલીએ તેમના દેશમાં મિલેટ્સના ઉત્પાદન માટે 200 એકર જમીન ઓફર કરી હતી અને તેના બદલામાં ભારત ઉત્પાદન વધારવા માટે ટેક્નોલોજી સપોર્ટ આપશે. ગ્લોબલ મિલેટ્સ કોન્ફરન્સ માટેના તેમના વીડિયો સંદેશમાં ઇરફાન અલીએ જણાવ્યું હતું કે મિલેટ્સ સમગ્ર વિશ્વમાં વધુ ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરીને ગેમ ચેન્જર બનવાની ક્ષમતા છે. ગયાના ભારત સાથે તેના સહકારને મજબૂત કરવા આતુર છે. તેમણે 17 કેરેબિયન દેશોમાં મિલેટ્સના ઉત્પાદન અને પ્રોત્સાહનમાં તમામ મદદ કરવાનું વચન આપ્યું હતું. ઇથોપિયાના પ્રમુખ સાહલે-વર્ક ઝેવડેએ જણાવ્યું હતું કે મિલેટ્સ માત્ર ઇથોપિયા જેવા દેશના ખાદ્ય સુરક્ષા પડકારોનો સામનો કરવા માટે જ નહીંપરંતુ સમગ્ર આફ્રિકન ખંડ અને વિશ્વને પણ મદદ કરશે.

વડાપ્રધાને જણાવ્યું હતું કે મિલેટ્સ ખાદ્ય સુરક્ષાના પડકારોનો ઉકેલ લાવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે. તેનાથી દેશના 2.5 કરોડ નાના અને સીમાંત ખેડૂતોને પણ લાભ થશે. ભારત મિલેટ્સ અથવા ‘શ્રી અન્ન’ને વૈશ્વિક ચળવળ તરીકે પ્રોત્સાહન આપવા માટે સતત કામ કરી રહ્યું છે. હાલમાં રાષ્ટ્રીય ખાદ્યાન્નમાં મિલેટ્સનો હિસ્સો માત્ર 5-6 ટકા છે. હું ભારતના વૈજ્ઞાનિકો અને કૃષિ નિષ્ણાતોને હિસ્સો વધારવા માટે ઝડપથી કામ કરવા વિનંતી કરું છું. પ્રતિકૂળ આબોહવાની પરિસ્થિતિઓમાં તથા રસાયણો અને ખાતર વિના મિલેટ્સ સરળતાથી ઉગાડી શકાય છે.

જાડા ધાન્યો મિલેટ્સ તરીકે ઓળખાય છેતેમાં જુવારબાજરીરાગી વગેરેનો સમાવેશ થાય છે. ભારત 170 લાખ ટનથી વધુ મિલેટ્સ ઉત્પાદન કરે છે, જે એશિયાના 80 ટકા અને વૈશ્વિક ઉત્પાદનના 20 ટકા છે

 

LEAVE A REPLY

1 × 3 =