Modi launched projects including bulk drug park in Bharuch district
(ANI Photo)

ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસના બીજા દિવસે સોમવાર, 10 ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભરૂચનાં આમોદમાં રૂ.8000 કરોડથી વધુની વિવિધ યોજનાઓનું લોકાર્પણ અને ભૂમિ પૂજન કર્યુ હતું. આમોદ તાલુકાના રેવા સુગરના મેદાન ખાતેથી જાહેરસભા સંબોધી હતી. તેમણે ભરૂચના જંબુસરમાં રૂ.2500 કરોડથી વધુના ખર્ચે રાજ્યના પ્રથમ સર્વ સુવિધાયુક્ત બલ્ક ડ્રગપાર્કનું ખાતમુહૂર્ત કર્યું હતું.

વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં જણાવ્યુ કે, આજે સવારે જ્યારે હું અહીં આવી રહ્યો હતો ત્યારે દુખદ ખબર મળી કે, મુલાયમસિંહ યાદવજીનું નિધન થયું છે.જ્યારે હું વડાપ્રધાન બન્યો ત્યારે મુલાયમસિંહનો આશીર્વાદ તેમની સલાહના શબ્દો આજે પણ મને યાદ છે.

વિકાસમાં ભરૂચની ભાગીદારી છે. પહેલા ભરૂચ ખારીસિંગ માટે ઓળખાતું હતુ. જ્યારે આજે મારું ભરૂચ ઉદ્યોગ, બંદરો અને કેટલીય વાતોમાં તેનો જયજયકાર થઇ રહ્યો છે. પહેલા ગુજરાતનું જે બજેટ હતું તેમાં એક દિવસમાં માત્ર ભરૂચમાં જ લોકાર્પણના કાર્યો કરી દીધા છે.

તેમણે જણાવ્યું હતું કે આ ગુજરાતની વિકાસયાત્રાની ઉંચાઇ છે કે, ગુજરાતે આજે એટલી બધી પ્રગતિ કરી છે કે, રાજ્યના અનેક જિલ્લા કોસ્મોપોલિટન બની ગયા છે. આખા દેશને પોતાની સાથે પ્રેમથી સમાવેશ કરી સાથે રાખતા થઇ ગયા. આ સાથે તેમણે કહ્યુ કે, પહેલા ભરૂચમાં છાશવારે કરફ્યૂ લાગતા હતા પરંતુ આજના બાળકોને ખબર જ નથી કે કર્ફ્યૂ શું છે.

મોદીએ જણાવ્યુ કે, ‘એક રાજ્યમાં જેટલાં ઉદ્યોગો હોય તેના કરતા વધારે ઉદ્યોગો આપણાં ભરૂચમાં છે. ભરૂચ વડોદરા-સુરત એરપોર્ટ પર નિર્ભર રહી ન શકે, ભરૂચનું પોતાનું એરપોર્ટ હોવું જોઇએ. જેથી આજે અંકલેશ્વરમાં એરપોર્ટ બનાવવાનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે. મોદીએ જણાવ્યું હતું કે એક જમાનો હતો, આપણું ભરૂચ ખારી સીંગને કારણે ઓળખાતું હતું, અત્યારે ઉદ્યોગ સહિત ગુજરાત-ભારતમાં મહત્ત્વનો ફાળો આપે છે. ભરૂચમાં પોતાનું એરપોર્ટ હોવું જોઇએ, એટલે અંકલેશ્વરમાં આપણે એરપોર્ટ બનાવીશું. નરેન્દ્ર-ભૂપેન્દ્રની ડબલ એન્જિનની સરકાર હોય ત્યાં કંઈ જ અશક્ય નથી ગુજરાતના જવાનિયાઓ માટે સ્વર્ણિમકાળની શરૂઆત થઈ છે આ ભરૂચને કોણ નહોતું ઓળખતું, ઘર ખાલી કરવાની ધમકી મળતી, હવે સુખશાંતિથી જીવતા થયા છે.

LEAVE A REPLY

5 − 2 =