Modi tops the list of the world's most popular leaders
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (ફાઇલ ફોટો ) (ANI Photo)

વડાપ્રધાન મોદી 2થી 4મે દરમિયાન ત્રણ દિવસ માટે જર્મની, ડેનમાર્ક અને ફ્રાન્સની યાત્રા પર જશે. ચાલુ વર્ષે મોદીની પ્રથમ વિદેશ યાત્રા હશે. મોદી સૌ પ્રથમ જર્મની જશે અને તે પછી ડેનમાર્કની મુલાકાત લેશે, એમ વિદેશ મંત્રાલયે બુધવારે જણાવ્યું હતું. જર્મની અને ડેનમાર્કમાં મોદી ઇન્ડિયન કમ્યુનિટીના સભ્યોને સંબોધન પણ કરશે.

વડાપ્રધાન મોદી 4મે પરત આવતી વખતે પેરિસમાં થોડા સમય માટે રોકાશે અને ફ્રાન્સમાં ફરીથી ચૂંટાઈ આવેલા પ્રેસિડન્ટ ઇમેન્યુઅલ મેક્રોન સાથે બેઠક કરશે. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે બર્લિનમાં વડાપ્રધાન જર્મનીના ચાન્સેલર ઓલાફ શોલ્ઝ સાથે દ્વિપક્ષીય મંત્રણા કરશે અને બંને નેતાઓ ઇન્ડિયા-જર્મની ઇન્ટર ગવર્નમેન્ટલ કન્સલ્ટન્ટેશન (આઇજીસી)ની છઠ્ઠી એડિશનમાં ભાગ લેશે. મંત્રણાના આ પ્લેટફોર્મમાં બંને દેશોના કેટલાંક પ્રધાનો પણ સામેલ થશે.

વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે આ મુલાકાત દરમિયાન વડાપ્રધાન અને ચાન્સેલર શોલ્ઝ એક બિઝનેસ ઇવેન્ટને સંબોધન કરશે. વડાપ્રધાન જર્મનીનીમાં ઇન્ડિયન કમ્યુનિટીને સંબોધન કરશે અને તેમની સાથે વિચારવિમર્શ કરશે.
જર્મનીથી મોદી ડેનમાર્કના વડાપ્રધાન મેટ્ટી ફ્રેડરિકસેનના આમંત્રણને પગલે કોપનહેગન જશે. અહીં તેઓ ઇન્ડો-નોર્ડિક સમીટમાં ભાગ લેશે. વડાપ્રધાન મોદી આ યાત્રા દરમિયાન ઇન્ડિયા-ડેનમાર્ક બિઝનેસ ફોર્મેટમાં ભાગ લેશે અને ઇન્ડિયન કમ્યુનિટીના સભ્યોને સંબોધન કરશે.

ઇન્ડિયા નોર્ડિક સમીટમાં મોદી નોર્ડિક દેશોના વડાઓ સાથે મંત્રણા કરશે, જેમાં આઇસલેન્ડ, નોર્વે, સ્વીડન અને ફિનલેન્ડના વડાનો સમાવેશ થાય છે. આ સમીટમાં આર્થિક રિકવરી, ક્લાઇમેટ ચેન્જ, ઇનોવેશન એન્ડ ટેકનોલોજી, રિન્યુએબલ એનર્જી, વૈશ્વિક સુરક્ષા અને ઇન્ડિયા નોર્ડિક સહકાર જેવા મુદ્દા પર ફોકસ કરાશે.