ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 29 ઓક્ટોબર 2021ના રોજ નવી દિલ્હીથી વિમાનમાં બેસીને રોમ જવા નીકળ્યા હતા. (ANI Photo)

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જી-20 શિખર સંમેલનમાં સામેલ થવા માટે ઈટલીની રાજધાની રોમ પહોંચી ચુકયા ગયા છે. રોમમાં મોદીનુ સરકારના વરિષ્ઠ અધિકારીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યુ છે. ભારતના રાજદૂત પણ વડાપ્રધાનનુ સ્વાગત કરવા માટે હાજર હતા. મોદી પાંચ દિવસની વિદેશ યાત્રા દરમિયાન પહેલી નવેમ્બરે ગ્લોસગોમાં COP-27 સંમેલનમાં ભાગ લેશે તથા 30 ઓક્ટોબરે વેટિકન સિટીમાં ખ્રિસ્તીઓના ધર્મગુરુ પોપ ફ્રાન્સિસને મળશે.

મોદીએ ટ્વિટ કરીને કહ્યું હતું કે, મહત્વના વૈશ્વિક મુદ્દા પર ચર્ચા કરવા માટે જી-20 શિખર સંમેલનમાં ભાગ લેવા માટે હું રોમ પહોંચી ગયો છે.

અગાઉ મોદીએ કહ્યું હતું કે, ઈટલીના વડાપ્રધાન મારિયો દ્રાગીના આમંત્રણ પર 29 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર સુધી રોમ અને વેટિકન સિટીની યાત્રા કરીશ. એ પછી બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોનસનના આમંત્રણ પર એક અને બે નવેમ્બરે બ્રિટનમાં રોકાણ કરીશ. 1 નવેમ્બરે મોદી બ્રિટનના ગ્લાસ્ગો શહેરમાં કોપ-26ની બેઠકમાં ભારતનો પક્ષ રાખશે.

રોમમાં યોજાનારા જી-20 શિખર સંમેલનમાં કોરોના મહામારીના કારણે વૈશ્વિક ઈકોનોમી પર પ્રભાવ, ક્લાઈમેટ જેવા મુદ્દા પર ચર્ચા કરવાનો છું.

મોદીએ કહ્યું હતું કે, ઈટલીના પ્રવાસ દરમિયાન હું વેટિકન સિટી જવાનો છું અને પોપ ફ્રાંસિસ તેમજ વેટિકન સિટીના સેક્રેટરી ઓફ સ્ટેટ કાર્ડિનલ પીએટ્રો પારોલિન સાથે પણ મુલાકાત કરવાનો છું. નરેન્દ્ર મોદી 30 ઓક્ટોબરે કેથેલિક ચર્ચના પ્રમુખ પોપ ફ્રાન્સિસ સાથે વેટિકન સિટીમાં મુલાકાત કરશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારથી પાંચ દિવસની વિદેશયાત્રાએ રવાના થયા છે. તેઓ 29થી 31 ઓક્ટોબર સુધી રોમમાં રહેશે. આ દરમિયાન તેઓ ઈટલીમાં આયોજિત G-20ની બેઠકમાં ભાગ લેશે.