Sabarmati Riverfront in Ahmedabad
અમદાવાદ સાબરમતી રિકવફ્રન્ટ (istockphoto.com)

જો સરકારની યોજના સફળ થશે તો હેલિકોપ્ટરમાં બેસીને અમદાવાદના ‘એરિયલ વ્યૂ’ની મજા માણી શકાશે. અમદાવાદના આકર્ષણ કેન્દ્ર બનેલા સાબરમતી રિવરફ્રન્ટ પર હવે હેલિકોપ્ટર મારફતે ટૂંકસમયમાં જોય રાઈડની મજા માણી શકશે. નદી પર હેલિકોપ્ટર દ્વારા જોય રાઈડનો દેશનો આ સૌપ્રથમ પ્રોજેક્ટ હશે.

મીડિયા રિપોર્ટ મુજબ અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પર હેલિકોપ્ટર જોય રાઈડની સેવા આગામી ટૂંક જ સમયમાં શરૂ કરવાની તૈયારીઓ અંતિમ તબક્કામાં હોવાનું જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદના સાબરમતી રિવેરફ્રન્ટથી કેવડીયામાં આવેલ સ્ટેચ્યૂ ઓફ યુનિટી વચ્ચે સી પ્લેનની સેવા ગત ઓક્ટોબર મહિનામાં શરૂ કરવામાં આવી હતી. આ સેવા એક વર્ષમાં જ મુસાફરો ન મળતા બંધ કરી દેવાઈ છે. આમ સી-પ્લેનના ફિયાસ્કા બાદ હવે અમદાવાદમાં જો હેલિકોપ્ટરથી જોય રાઈડ પ્રોજેક્ટ હાથ ધરાયો છે. જો કે, આ પ્રોજેક્ટ પણ કેટલો કારગત નીવડે છે તે આગામી સમયમાં જોવાનું રહેશે.

હેલિકોપ્ટર જોય રાઈડમાં ઉપયોગમાં લેવાનાર સિંગલ એન્જીન બેલ 407 હેલિકોપ્ટરમાં એક કેપ્ટન એક એન્જિનિયર સહિત પાંચ મુસાફરોને બેસાડી શકાશે. હેલિકોપ્ટની ટ્રિપકુલ આ રાઈડ 7-10 મિનિટની રહેશે.અમદાવાદના એલિસબ્રિજથી સરદારબ્રિજ સાઈડના રિવરફ્રન્ટ પર ગુજસેલ દ્વારા ત્રણ વોટર એરોડ્રામ હેલિપેડ બનાવાયા છે. જેની ઉડાન, રુટ સહિતની સ્ટેટ એવિએશન વિભાગની મંજૂરીની પ્રક્રિયા અંતિમ તબકકામાં હોવાનું જાણવા મળ્યું છે.