Modi's mega road show in Surat and Bhavnagar
(ANI Photo)

ગુજરાતની બે મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે સુરત અને ભાવનગરમાં મેગા રોડ શો યોજ્યો હતો. રોડ શોમાં જંગી મેદની ઉમટી પડી હતી અને લોકોએ મોદી મોદીના નારા સાથે તેમનું અભિવાદન કર્યું હતું.

સુરત મુલાકાત દરમિયાન ગોડાદરા સ્થિત મહર્ષિ આસ્તિક સાર્વજનિક હાઈસ્કુલના મેદાનમાં તૈયાર કરાયેલા હેલિપેડથી લિંબાયતના નિલગીરી ગ્રાઉન્ડ સભાસ્થળ સુધીના ૨.૭૦ કિલોમીટરના રૂટ પર મેગા રોડ શો યોજાયો હતો. રોડ શોમાં રોડની બંન્ને તરફ વિશાળ સંખ્યામાં જનમેદની એકઠી થઈ હતી. ભારત માતાની જયના જયઘોષ સાથે રોડ શોમાં ઠેર-ઠેર તિરંગા લહેરાવીને લોકોએ વડાપ્રધાનના વધામણા કર્યા હતા.રોડ શોમાં ગરબા, લાવણી, વિઠ્ઠલ નૃત્ય અને દક્ષિણ ગુજરાતના ખાસ આદિવાસી ડાંગી નૃત્ય દ્વારા અનેક કલાવૃંદોએ વડાપ્રધાનનું અભિવાદન કર્યું હતું. લોકોનો અનેરો ઉત્સાહ અને ઉમંગ, રોડની બંન્ને તરફ રાજ્ય અને કેન્દ્ર સરકારની યોજનાઓના બેનરો અને રંગબેરંગી સુશોભનો દ્વારા લિંબાયત વિસ્તારમાં દિવાળી પહેલાં જ દિવાળીના આગમનનું તાદ્રશ્ય ચિત્ર નિર્માણ થવા પામ્યું હતું. વડાપ્રધાને પોતાના વાહન અંદરથી બે હાથ જોડી માન-સન્માનપૂર્વક લોકોના આવકાર અને લાગણીભીના અભિવાદનને ઝીલ્યું હતું.

LEAVE A REPLY

thirteen − seven =