લોકપ્રિય પંજાબી ગાયક અને કોંગ્રેસ નેતા સિદ્ધુ મૂસેવાલાની તાજેતરમાં માણસા જિલ્લામાં ગોળી મારીને ઘાતકી હત્યા કરવામાં આવી છે (ANI Photo)

પંજાબના સિંગર સિદ્ધુ મૂસેવાલાની હત્યાના કેસમાં મહારાષ્ટ્રની પોલીસે શાર્પશૂટર સંતોષ જાધવની ગુજરાતમાંથી ધરપકડ કરી હતી. પુણે ગ્રામ્ય પોલીસે શૂટર સંતોષ જાધવની ગુજરાતમાંથી ધરપકડ કર્યા બાદ તેને મોડી રાત્રે કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટે 20 જૂન સુધીના રિમાન્ડ મંજૂર કર્યાં હતા, એમ અધિકારીઓએ સોમવારે જણાવ્યું હતું.

પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે જાધવ (24) બિશ્નોઇ ગેંગનો સભ્ય છે. તેની પૂણે ગ્રામીણ પોલિસે ગુજરાતના ભૂજ જિલ્લાના માંડવી તાલુકામાંથી રવિવારે ધરપકડ કરી હતી. 2021માં જાદવની હત્યા કેસમાં ધરપકડ થઈ હતી. છેલ્લાં એક વર્ષથી તે ભાગતો ફરતો હતો અને ધરપકડથી બચવા માટે પોતાનો દેખાવ બદલી નાંખ્યો હતો.

પોલીસે સંતોષ જાધવની સાથે તેના સાગરિત નવનાથ સૂર્યવંશીની પણ ધરપકડ કરી છે. સંતોષ જાધવ કોણ છે અને કેટલાં શૂટર્સને મૂસેવાલાની હત્યા માટે મોકલવામાં આવ્યા હતા તે તમામ વિગતો બહાર આવવાની શક્યતા છે.