પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

બોલિવૂડ એક્ટર શક્તિ કપૂરના પુત્ર સિદ્ધાંત કપૂરે રવિવારે રાતે એક પાર્ટીમાં કથિત રીતે ડ્રગ્સ લીધું હોવાનો ખુલાસો થયા બાદ બેંગાલુરુમાં તેની અટકાયત કરવામાં આવી હતી. બેંગાલુરુ પોલીસે રેવ પાર્ટીમાં દરોડા પાડ્યા ત્યારે સિદ્ધાંત કપૂર કથિત રીતે ડ્રગ્સ લઈ રહ્યો હતો, એમ મીડિયા રિપોર્ટમાં જણાવાયું હતું. પોલીસને કથિત બાતમીને આધારે દરોડા પાડ્યા બાદ શંકાસ્પદ લોકોના સેમ્પલ તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. અન્ય છની સાથે સિદ્ધાંત કપૂરનો ડ્રગ્સ માટેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

સિદ્ધાંત કપૂર ‘ભાગમ ભાગ’, ‘ચૂપ કે ચૂપ કે’, ‘ભૂલભૂલૈયા’ જેવી ફિલ્મોમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કરી ચૂક્યો છે. આ સિવાય તે જઝ્બા, હસીના પાર્કર અને ચેહરે જેવી ફિલ્મોમાં કામ કરી ચૂક્યો છે. તાજેતરમાં શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાનને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ ડ્રગ કેસમાં ક્લીનચીટ આપી હતી. 2021માં ક્રૂઝ ડ્રગ્સ કેસમાં તેની ધરપકડ કરવામાં આવી હતી. આશરે 22 દિવસ સુધી તે જેલમાં બહાર રહ્યો હતો.