ગુજરાતમાં બગોદરા પાસેના મીઠાપુર નજીક હાઈવે પર શનિવારે એક અત્યંત કરુણ અકસ્માતમાં 11 લોકોએ પોતાના પ્રાણ ગુમાવ્યા હતા. આ પરિવારના સભ્યો ચોટીલા માતાજીના દર્શન કરી પરત ફરી રહ્યા હતા ત્યારે આ દુર્ઘટનામાં પીકઅપ વાનના ડ્રાઈવર સહિત કપડવંજ તાલુકાના સુંણદા ગામનાં 11 લોકોના દુઃખદ મૃત્યુ થયા હતા.

પૂજ્ય મોરારિબાપુ તરફથી આ ઘટનાના મૃતકોના પ્રત્યેક પરિવારજનોને રૂ. પંદર હજાર લેખે કુલ રૂ. એક લાખ પાંસઠ હજારની સહાય અર્પણ કરવામાં આવી છે જે નડિયાદ અને કપડવંજસ્થિત રામકથાના શ્રોતાઓ દ્વારા પહોંચાડવામાં આવશે. પૂજ્ય મોરારિબાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે અને તેમના પરિવારજનોને દિલસોજી
પાઠવી છે.

LEAVE A REPLY