ભારત સરકારના વાહનવ્યવહાર અને હાઇવેઝ પ્રધાન નીતિન ગડકરીએ એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં વડોદરા-મુંબઇ એક્સપ્રેસવે 10 પેકેજમાં અને અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસવે 4 પેકેજમાં હાથ ધરવામાં આવ્યો છે. બંને એક્સપ્રેસવે અનુક્રમે માર્ચ-2025 અને ઓગસ્ટ-2024માં પૂર્ણ થવાનો લક્ષ્યાંક રાખ્યો છે.

ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ નરહરી અમીને આ બંને માર્ગની પ્રગતિ અને પૂર્ણતા અંગે પૂછેલા પ્રશ્નના ઉત્તરમાં ગડકરીએ જણાવ્યું હતું કે, વડોદરા-મુંબઇ એક્સપ્રેસવેનાં (1) વડોદરા-પાદરા (23.74 કિ.મી), (2) પાદરા-સન્પા(32 કિ.મી.), (3) સન્પા મનુબાર (39 કિ.મી.), (4) મનુબાર-અંકલેશ્વર (13 કિ.મી.), (5) અંકલેશ્વર-કીમ (24.57 કિ.મી), (6) એના-કીમ (37.43 કિ.મી), (7) ગણદેવી-એના (27 કિ.મી), (8) જુજુવા-ગણદેવી (36 કિ.મી), (9) ક૨વાડ-જુજુવા (26 કિ.મી.) અને (10) તલસારી-કરવાડ (24 કિ.મી) એમ કુલ 275.34 કિ.મી.નો માર્ગ 10 પેકેજમાં તૈયાર થશે. એ જ રીતે, અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ વે કુલ 109.02 કિ.મી. 4 પેકેજમાં પૂરો થશે. આ ઉપરાંત 8 લેનનો 150 કિ.મી.લંબાઇનો દિલ્હી-વડોદરા એક્સપ્રેસવે એ દિલ્હી-મુંબઇ એકસપ્રેસવેનો ભાગ છે. જેમાં 58.74 ટકા પ્રગતિ થઇ છે.
વધુમાં સાંચોર-સાંતલપુરનાં 125 કિ.મીનો 6 લેન રસ્તો અને થરાદ-અમદાવાદના 213 કિ.મી.નાં 6 લેન હાઇવેનું કામ પણ હાથ ધરવામાં આવ્યું છે અને નિર્માણાધીન છે.

LEAVE A REPLY

five × 1 =