Tories take a beating in local council elections
Sir Keir Starmer (Photo by Ian Forsyth/Getty Images)

એક મુસ્લિમ પ્રેશર ગૃપે મતદારોને જીતવા માટે ઇઝરાયેલ સાથે લશ્કરી સંબંધો સમાપ્ત કરવા સહિતની 18 માંગણીઓની યાદી સર કેર સ્ટાર્મરને સોંપી હોવાના અહેવાલ બહાર આવ્યા છે.

મુસ્લિમ મતદારોને પેલેસ્ટાઈન તરફી ઉમેદવારોને સમર્થન આપવા માટેની ઝુંબેશ ચલાવનાર ગૃપ ‘મુસ્લિમ વોટ’એ  જણાવ્યું હતું કે ‘’લેબર લીડર જો તેમની પ્રતિજ્ઞા વિશે “ગંભીર” હોય તો તેની વિનંતીઓ પૂરી કરવી જોઈએ.’’

આ ગૃપે પેલેસ્ટાઇનને એક રાજ્ય તરીકે માન્યતા આપવા માટે, યુદ્ધમાં સામેલ ઇઝરાયેલી રાજકારણીઓ પર મુસાફરી પ્રતિબંધના વચન અને તાત્કાલિક યુદ્ધવિરામ માટે બોલવામાં લેબરના પ્રારંભિક વિલંબ માટે માફી માંગી છે.

આ જૂથે સ્ટાર્મરને ચેતવણી આપી હતી કે જો તેઓ આમ કરવામાં નિષ્ફળ જશે તો તેમના સમર્થકો ગ્રીન પાર્ટી અથવા લિબ ડેમ્સને મત આપશે.

લેબર મુસ્લિમ નેટવર્કના અધ્યક્ષ અલી મિલાનીએ ચેતવણી આપી છે કે ગાઝા પરના તેના વલણને કારણે લેબરને ગંભીર ચૂંટણી પરિણામોનો સામનો કરવો પડી શકે છે.

LEAVE A REPLY

5 − three =