ANI Photo)

કોંગ્રેસના ભૂતપૂર્વ નેતા ગુલામ નબી આઝાદે જણાવ્યું છે કે ભારતમાં મોટાભાગના મુસ્લિમો હિન્દુ ધર્મમાંથી કન્વર્ટ થઈને મુસ્લિમ બનેલા છે. તેનું ઉદાહરણ કાશ્મીર ખીણમાં જોવા મળે છે. મોટાભાગના કાશ્મીરી પંડિતોએ ઈસ્લામ અંગીકાર કર્યો હતો. આઝાદનું આ નિવેદન હિન્દુવાદી સંગઠન આરએસએસની વિચારધારાને અનુરુપ છે.

ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ આઝાદ પાર્ટી (DPAP)ના વડાએ ડોડા જિલ્લામાં એક સભામાં જણાવ્યું હતું કે, ભાજપના કેટલાંક નેતાએ કહે છે કે કેટલાક મુસ્લિમો બહારથી આવ્યા છે અને કેટલાક અંદરથી આવ્યા છે. કોઈ બહારથી કે અંદરથી આવ્યું નથી. ઇસ્લામ ધર્મ માત્ર 1,500 વર્ષ પહેલાં અસ્તિત્વમાં આવ્યો હતો. હિંદુ ધર્મ ઘણો જૂનો છે. તેમાંથી લગભગ 10-20 મુસ્લિમો બહારથી આવ્યા હશે, કેટલાક મુઘલ સેનામાં હતાં. ભારતમાં બીજા બધા મુસ્લિમો હિન્દુ ધર્મમાંથી ધર્માંતરિત થયાં હતાં. તેનું ઉદાહરણ કાશ્મીરમાં જોવા મળે છે. કાશ્મીરમાં 600 વર્ષ પહેલા મુસ્લિમ કોણ હતા? ? બધા કાશ્મીરી પંડિત હતા. તેઓએ ઈસ્લામ ધર્મ અપનાવ્યો હતો. બધા આ ધર્મમાં જન્મ્યા છે.

જમ્મુ કાશ્મીરના ભૂતપૂર્વ સીએમએ જણાવ્યું હતું કે હિંદુઓ મૃત્યું પામે છે ત્યારે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. તેઓને અલગ-અલગ જગ્યાએ અગ્નિદાહ આપવામાં આવે છે. તેમની રાખ નદીમાં વિસર્જિત કરાય છે, જે પાણીમાં ભળે છે અને આપણે તે પાણી પીએ છીએ. એ જ રીતે એ જ રીતે મુસ્લિમોનું અવશેષો દેશની ભૂમિનો એક ભાગ બની જાય છે. તેઓ પણ આ ભૂમિનો એક હિસ્સો બની જાય છે. તેમના અવશેષો ભારત માતાની ભૂમિનો હિસ્સો બની જાય છે. હિન્દુ અને મુસ્લિમ બંને આ માટીમાં સમાઈ જાય છે. બંને વચ્ચે શું તફાવત છે?

વોટ માટે ધર્મના ઉપયોગ પર કટાક્ષ કરતા આઝાદે જણાવ્યું હતું કે રાજકારણમાં ધર્મનો આશ્રય લેનાર નબળો છે. રાજકારણમાં ધર્મનો ઉપયોગ વોટ બેંક તરીકે ન થવો જોઈએ. મત હિંદુ અને મુસ્લિમ નામના આધારે ન હોવો જોઈએ.

LEAVE A REPLY

five × 5 =