કોર્ડીફમાં નમામિ ગંગે પ્રદર્શન

નેશનલ મિશન ફોર ક્લીન ગંગા (NCMG) અને લંડનમાં ભારતના હાઈ કમિશને બ્રિટનમાં ચાર નવા પ્રકરણોની શરૂઆત સાથે ‘નમામી ગંગે’ નદીના કાયાકલ્પના એજન્ડાના ભાગ રૂપે એક નવા ભારત-યુકે સહયોગ પ્રયાસનું અનાવરણ કર્યું છે.

ગંગા કનેક્ટ પ્રદર્શન, જે આ મહિનાની શરૂઆતથી યુકેમાં પ્રવાસ કરી રહ્યું છે તેણે આ અઠવાડિયે લંડનમાં ઈન્ડિયા હાઉસ ખાતે લંડન, મિડલેન્ડ્સ, સ્કોટલેન્ડ અને વેલ્સમાં ગંગા કનેક્ટ ચેપ્ટર્સના પ્રારંભ સાથે તેની સફર સમાપ્ત કરી હતી. દરેક ચેપ્ટર્સમાં સંયોજકો હશે જેઓ નમામી ગંગે કાર્યક્રમ સાથે વિવિધ રસ ધરાવતા જૂથોને જોડશે, જેમાં વૈજ્ઞાનિકો, ટેક્નોલોજી કંપનીઓ, રોકાણકારો અને સમુદાયના સભ્યોનો સમાવેશ થાય છે. તેઓ ગંગા નદીના પુનર્જીવનના પ્રયાસોની આસપાસ જાગૃતિ લાવવા માટે વર્કશોપ અને આઉટરીચ કાર્યક્રમોનું આયોજન કરશે.

યુકેમાં ભારતીય હાઈ કમિશનર ગાયત્રી ઈસાર કુમારે કહ્યું હતું કે “આ કાર્યક્રમ ડાયસ્પોરામાં માહિતી લાવવા અને તેમને ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવા વિશે છે. આ પ્રદર્શન સ્ટેકહોલ્ડર્સ, યુનિવર્સિટીઓ, સંશોધન સંસ્થાઓ અને ખાનગી ક્ષેત્રના ભાગીદારો સહિતના સંભવિત ભાગીદારોમાં જાગૃતિ લાવવામાં ફાળો આપે છે. ગંગા નદીના બેસિનમાં યુકેની 10-12 કંપનીઓ સામેલ છે. અમે એ સુનિશ્ચિત કરવા માંગીએ છીએ કે સમગ્ર યુકેમાંથી લોકો ભાગ લઈ શકે છે.”

આ મહિનાની શરૂઆતમાં COP-26 ક્લાઈમેટ સમિટના માર્જિન પર ગ્લાસગોમાં પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવ દ્વારા પ્રદર્શનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ લંડન પહોંચતા પહેલા પ્રદર્શને કાર્ડિફ, બર્મિંગહામ અને ઓક્સફર્ડની યાત્રા કરી હતી.

લંડન સ્ટોપના ભાગરૂપે, નેશનલ મિશન ફોર ક્લીન ગંગા (NMCG)ના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર રોઝી અગ્રવાલ અને થિંક ટેન્ક અને ઈનોવેશન એજન્સી cGangaના સ્થાપક વડા તેમજ IIT-કાનપુરના ફેકલ્ટી ડૉ. વિનોદ તારેની અધ્યક્ષતામાં સંખ્યાબંધ બિઝનેસ, ફાઇનાન્સ અને વૈજ્ઞાનિક રાઉન્ડ ટેબલ કોન્ફરન્સની અધ્યક્ષતા કરવામાં આવી હતી.

જલ શક્તિ મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત અને NMCG ના ડાયરેક્ટર જનરેશન રાજીવ રંજન મિશ્રાએ પણ આ સપ્તાહની શરૂઆતમાં યુકેમાં ભારતીય ડાયસ્પોરાના પ્રતિષ્ઠિત સભ્યો સાથે વર્ચ્યુઅલ રાઉન્ડ ટેબલનું આયોજન કર્યું હતું. ચાર નવા ચેપ્ટર્સ શરૂ કરવા ઉપરાંત, તેમણે 2017 થી NMCG અને સ્કોટલેન્ડ સરકાર વચ્ચે સમજૂતીના મેમોરેન્ડમ (MoU) પર બિલ્ડ કરવા માટે સ્કોટલેન્ડ-ભારત વોટર પાર્ટનરશિપનું અનાવરણ કર્યું હતું.

ભંડોળ ઊભુ કરવાના પ્રયાસો માટે યુકે સ્થિત ક્લીન ગંગા ચેરિટીને અંતિમ સ્વરૂપ આપવા અને રીવર બોન્ડ્સ, બ્લુ બોન્ડ્સ, ઇમ્પેક્ટ એન્ડ આઉટકમ બોન્ડ્સ જેવા અદ્યતન નાણાકીય સાધનો વિકસાવવા માટે ગંગા ફાઇનાન્સ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ ફોરમ (GFIF) ની સ્થાપનાનો સમાવેશ થાય છે.