Natu Natu song was shot in a palace in Ukraine
લોસ એન્જલસમાં 12 માર્ચ, 2023માં ઓસ્કાર શો દરમિયાન રાહુલ સિપલીગંજ અને કાલા ભૈરવ "RRR"ના "નાટુ નાટુ" સોંગ પર પર્ફોર્મ કરી રહ્યાં છે. REUTERS/Carlos Barria

નાટુ નાટુ આ ગીતનું શૂટિંગ યુક્રેનના પ્રેસિડેન્શિયલ પેલેસના પ્રાંગણમાં થયું છે. યુક્રેનની રાજધાની કીવની નિપ્રો નદીના કાંઠે આવેલા આ આલિશાન પેલેસનું નામ છે ‘મેરિન્સ્કી પેલેસ’ (Mariinskyi Palace). આ પેલેસ અત્યારના યુક્રેનિયન પ્રેસિડન્ટ વોલોદિમિર ઝેલેન્સ્કીનું સત્તાવાર રહેઠાણ છે.

જોકે તેઓ આ મહેલમાં સતત રહેવાને બદલે પોતાના નાગરિકોની પડખે અને યુનિફોર્મ પહેરીને રશિયા સામે લડી રહેલા પોતાના સૈનિકોની પડખે વધુ ઊભા રહે છે તે અલગ વાત છે. પરંતુ આ પેલેસ બહારથી અને અંદરથી જેટલો સુંદર છે, તેટલો જ તેનો ઇતિહાસ ભયાવહ છે. આ ગીતનો 90 ટકા હિસ્સો માત્ર અડધા દિવસમાં તૈયાર થઇ ગયો હતો, જોકે બાકીના ભાગનો 10 ટકા ભાગ પૂરો કરવામાં 19 મહિના લાગ્યા હતા. આ ગીત 10 નવેમ્બર 2021 ના રોજ રીલિઝ થયું હતું. રિલીઝ થયાના 24 કલાક બાદ જ તેના તમિલ વર્ઝનને યુટ્યુબ પર 17 મિલિયન વ્યૂઝ મળ્યા હતા. તે જ સમયે તમામ 5 ભાષાઓમાં તેના કુલ વ્યૂઝ 35 મિલિયન હતા.

LEAVE A REPLY

fifteen + 19 =