P. P.O. Mahantaswami Maharaj's sojourn in Kutch

લંડનમાં જાણીતા નિસડન ટેમ્પલ ખાતે નવા BAPS સ્વામિનારાયણ રીસર્ચ ઇન્સ્ટિટ્યૂટનું ઉદઘાટન રવિવાર, 29 મે ના રોજ કરાયું હતું. આ અવસરે ભારતના મહામાહોપાધ્યાય ભદ્રેશદાસ સ્વામી, કાર્ડિફ યુનિવર્સિટીના પ્રોફેસર જેમ્સ હેગાર્ટી સહિતના વિશ્વના શિક્ષણવિદો અને મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. ભારત બહાર લંડનમાં આ પ્રકારનું પ્રથમ કેન્દ્ર છે જ્યાં ભારતીય ભાષાઓ અને હિન્દુ લિપીઓનું શિક્ષણ અને સંશોધન કરાશે. આ ઉદ્ધાટન પ્રસંગે સંસ્થાના યુકે અને યુરોપના બાળકોએ ભક્તિ ગીતો રજૂ કર્યા હતા. કોવેન્ટ્રીના 10 વર્ષના મહર્ષિ શાહ સહિત અન્ય બાળકોએ વૈદિક શાંતિ પ્રાર્થના અને સંસ્કૃતના શ્લોકોનું પઠન કર્યું હતું.

સંસ્થાનના વર્તમાન વડા પ.પૂ. મહંતસ્વામી મહારાજના આશીર્વાદ અને દીર્ઘદૃષ્ટિથી પ. પૂ. પ્રમુખસ્વામી મહારાજની જન્મ શતાબ્દીની ઉજવણીના ભાગરૂપે આ સભામાં મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને ઘણા લોકો ઓનલાઇન માધ્યમથી જોડાયા હતા. પૂ. મહંતસ્વામી મહારાજ ઇન્ડિયાથી ઓનલાઇન લિન્ક દ્વારા આ સભામાં જોડાયા હતા અને દીપ પ્રાગટ્ય કરીને ઇન્સ્ટિટ્યૂટનું ઉદઘાટન કર્યું હતું. તેમણે અત્રે ઉપસ્થિત પ્રોફેસર હેગાર્ટી સહિત વિવિધ હિન્દુ સંસ્થાઓના પ્રતિનિધિઓને આશીર્વચન પાઠવ્યા હતા.

આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ખ્યાતિ પ્રાપ્ત લેખક અને વિશ્વના અગ્રણી વિદ્વાન મહામાહોપાધ્યાય ભદ્રેશદાસ સ્વામીએ સ્વામિનારાયણ-ભાષ્યમ અને સ્વામિનારાયણ-સિદ્ધાંત-સુધાનું લેખન કર્યું છે, તેમણે ઇન્સ્ટિટ્યૂટમાં પ્રથમ પ્રવચન આપ્યું હતું. આ સભામાં કાર્ડિફ યુનિવર્સિટીમાં સંસ્કૃત અને ભારતીય ધર્મોના પ્રોફેસર હેગાર્ટીએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું.

પૂજ્ય મહામહોપાધ્યાય સ્વામીએ સંબોધન કર્યું હતું.