27 ઓગસ્ટ, 2025ના રોજ, યુ.એસ.માં ભારતના રાજદૂત, વિનય ક્વાત્રાએ સિએટલમાં ભારતના કોન્સ્યુલેટ જનરલના નવા ચાન્સેરી પરિસરનું સત્તાવાર રીતે ઉદ્ઘાટન કર્યું હતું. આ નિર્માણ પેસિફિક નોર્થવેસ્ટ સુધી રાજદ્વારી પહોંચમાં એક મહત્વપૂર્ણ પગલું છે.
આ સમારોહમાં વોશિંગ્ટન સ્ટેટના ગવર્નર બોબ ફર્ગ્યુસન, યુ.એસ. સેનેટર મારિયા કેન્ટવેલ અને સિએટલના મેયર બ્રુસ હેરેલ સહિત નોંધપાત્ર મહાનુભાવોએ હાજરી આપી હતી.
ચાન્સેરી સિએટલના 1015, સેકન્ડ એવન્યુ ખાતે આવેલ ઐતિહાસિક ફેડરલ રિઝર્વ બિલ્ડીંગના પહેલા અને અગિયારમા માળે આવેલી છે. આ હેરિટેજ-સૂચિબદ્ધ બિલ્ડીંગ 1951 થી 2008 સુધી ફેડરલ બેંક ઓફ સાન ફ્રાન્સિસ્કોની સિએટલ શાખા તરીકે કાર્યરત હતું, અને 2013થી યુ.એસ. નેશનલ રજિસ્ટર ઓફ હિસ્ટોરિક પ્લેસિસ પર છે
પહેલા માળે હવે કોન્સ્યુલર વિભાગ રહેશે જે જનતાને સેવા આપશે, જ્યારે અગિયારમો માળ એડમિનીસ્ટ્રેશન અને કોમર્શીયલ કામો માટે વપરાશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જૂન 2023માં આ અંગે જાહેરાત કરવામાં આવી હતી, સિએટલ સ્થિત છઠ્ઠા ભારતીય કોન્સ્યુલેટે નવેમ્બર 2023માં કામચલાઉ સ્થાને કામગીરી શરૂ કરી હતી અને જુલાઈ 2024 સુધીમાં સંપૂર્ણ કોન્સ્યુલર સેવાઓનો વિસ્તાર કર્યો હતો. આજ સુધીમાં કોન્સ્યુલેટે નોર્થ વેસ્ટ પેસિફિકના રાજ્યોના લગભગ 23,722 અરજદારોને સેવા આપી છે.
ઉદ્ઘાટન પછી રાજદૂત ક્વાત્રાએ રાજદ્વારી અને પ્રાદેશિક ભાગીદારી અંગે ભારતીય-અમેરિકન સમુદાયના નેતાઓ, ટેક ઉદ્યોગના અધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે વચ્ચે આકર્ષક ચર્ચાઓ કરી હતી.
