Three Hindu women kidnapped and forcibly converted to Islam in Pakistan
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

રિફોર્મ યુકેના અને હવે ઇન્પેન્ડન્ટ એમપી તરીકે સેવા આપતા રુપર્ટ લોવે પાકિસ્તાની દુષ્કર્મીઓની ગેંગ મામલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક નિવેદન બહાર પાડી ચોંકાવનારો ખુલાસો કરતા ખળભળાટ મચી ગયો છે.

ઇન્ડિપેન્ડન્ટ એમપી રૂપર્ટ લોવે તપાસ કર્યા બાદ સોશિયલ મીડિયા એક્સ પર શેર કરેલ ‘ગેંગ-આધારિત બાળ જાતીય શોષણ’ રિપોર્ટમાં કહ્યું છે કે, દેશના 85 વિસ્તારોમાં પાકિસ્તાની દુષ્કર્મીઓની ગેંગ સક્રિય છે, જેઓ નિર્દોષ છોકરીઓને શિકાર બનાવી રહ્યા છે. આ દુષ્કર્મીઓની ગેંગમાં મુખ્યરૂપે પાકિસ્તાની પુરુષ સામેલ છે અને તેઓ દાયકાઓથી આવા ઘૃણાસ્પદ કૃત્યોને અંજામ આપી રહ્યા છે. અમે ગેંગના બીભત્સ પરાક્રમો વિશે જેટલું જાણતા હતા, તેનાથી પણ વધુ તેઓ ભયાનક છે. બ્રિટનના અધિકારીઓ દુષ્કર્મી ગેંગ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં નિષ્ફળ ગયા હોવાનો પણ આક્ષેપ કરાયો છે.

રિપોર્ટમાં લખાયું છે કે, ‘આ રિપોર્ટ અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો છે. પાકિસ્તાની પુરુષોની કૃત્ય કરવાની પેટર્ન ઓળખવામાં સરકારી સંસ્થાઓ નિષ્ફળ ગઈ છે, જે ઘોર બેદરકારી છતી કરે છે.’

દેશમાં 1960થી સક્રિય પાકિસ્તાની દુષ્કર્મી ગેંગ અંગે બ્રિટનના વડાપ્રધાન કેર સ્ટાર્મરે સરકારનું સમર્થન મેળવ્યા બાદ જૂનમાં પાકિસ્તાન દુષ્કર્મીગેંગ વિરુદ્ધ તપાસ કરવાનો આદેશ આપ્યો હતો. જોકે સાંસદ રૂપર્ટે પહેલેથી જ તપાસ શરુ કરાવી દીધી હતી.

રિપોર્ટ મુજબ, આ ગેંગમાંથી કેટલીક ગેંગો 1960થી બ્રિટનમાં સક્રિય છે. આવા પાકિસ્તાનીઓને બળજબરીથી ડિપોર્ટ કરવાનું પણ રિપોર્ટમાં સૂચન અપાયું છે.

તપાસમાં એબરડીન સિટી, બ્રેન્ટ, કેન્ટરબરી, લેસ્ટર અને નોરીચ જેવા ક્ષેત્રોને આવરી લેવામાં આવ્યા છે. એટેલ્ફોર્ડમાં 1,000થી વધુ છોકરીઓ, જેમાં ઘણી બધી 11 વર્ષની હતી. રોધરહામમાં 1997 થી 2013 દરમિયાન લગભગ 1,500 છોકરીઓને નિશાન બનાવવામાં આવી હતી.

ગેંગનો પર્દાફાશ કરનાર તપાસ ટીમે કહ્યું કે, ‘’અમે અસંખ્ય પીડિતો, સંબંધીઓ અને બાતમીદારોની જુબાનીઓ તેમજ અધિકાર હેઠળ મળેલી હજારો અરજીના આધારે રિપોર્ટ તૈયાર કર્યો છે. અનેક પીડિતોએ તપાસ ટીમને કહ્યું હતું કે, કેટલીક પીડિતોને નાનપણથી જ લલચાવીને જાળમાં ફસાવીને માદક પદાર્થ આપી દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. તો કેટલીકને તસ્કરી કરાયા બાદ ચૂપ રહેવાની ધમકી આપવામાં આવી હતી.

સાંસદે વધુમાં કહ્યું હતું કે, પાકિસ્તાની દુષ્કર્મી ગેંગોએ લાખો યુવતીઓની જિંદગી બરબાદ કરી નાખી છે. સરકાર તપાસ કરવામાં આનાકાની કરી રહી હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો છે.

પોલીસ, સોસ્યલ સર્વિસ અને ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસ (CPS) પર વ્યવસ્થિત નિષ્ક્રિયતાનો આરોપ મૂકવામાં આવ્યો છે. તેમને ડર છે કે જો ગુનેગારોની વંશીયતા ખુલ્લી પડશે તો પ્રતિક્રિયાનો ડર છે. આ માટે કાનૂની અને સાક્ષી પેનલને ટેકો આપવા માટે લગભગ £620,000નું ભંડોળ પહેલેથી જ એકત્ર કરવામાં આવ્યું છે, વર્ષના અંત પહેલા સુનાવણીની અપેક્ષા છે.

LEAVE A REPLY