New Jantri rates in Gujarat postponed till April 15

નાગરિકો અને બિલ્ડર્સના ભારે વિરોધ પછી ગુજરાત સરકારે સ્થાવર મિલકત માટેની જંત્રીના દરને બમણા કરવાના નિર્ણયને 15 એપ્રિલ સુધી મોકૂફ રાખ્યો હતો. આમ આશરે બે મહિના સુધી નવા દરનો અમલ મોકૂફ રહેશે અને ત્યાં સુધી સ્ટેમ્પ ડ્યૂટીના દર જૂની જંત્રી મુજબ જ વસૂલાશે. ૪ ફેબ્રુઆરીએ જંત્રીના દરમાં બમણાં વધારાના તાત્કાલીક અમલની જાહેરાત બાદ આઠ દિવસમાં જ સરકારને નિર્ણયમાં પીછેહઠ કરવી પડી હતી.

મહેસૂલ વિભાગે જણાવ્યું હતું કે 4-2-2023ના જંત્રીના દર બમણા કરવા અંગેના ઠરાવનો અમલ 11-2-2023થી મોકૂફ ગણાશે અને તેનો અમલ હવે 15-4-2023થી કરવાનો રહેશે. જો આ મુદ્દે અર્થઘટનના કોઇ પ્રશ્નો ઉપસ્થિત થાય તો તે બાબતે આખરી સત્તા સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પસ અને નોંધણી સર નિરીક્ષકને રહેશે.

બિલ્ડરોના સંગઠનોએ સરકારના આ નિર્ણયને આવકાર આપ્યો હતો. જંત્રીના દરનો વૈજ્ઞાનિક ઢબે અમલ કરાયો નથી તેથી જે વિસંગતતા ઊભી થઇ છે તેના કારણે દરમાં પણ ફેરબદલ કરવાની બિલ્ડર્સ માગણી કરી રહ્યા છે. છેલ્લા એક સપ્તાહ દરમિયાન જે દસ્તાવેજો થયા અને તેમાં નવી જંત્રી મુજબ સ્ટેમ્પ ડ્યૂટીમાં બમણા દર વસૂલાયા તેમાં ગ્રાહકોને વધારાના પૈસા પરત મળશે કે કેમ તેની પણ કોઇ સ્પષ્ટતા સરકારે કરી નથી.

૧૫ એપ્રિલ પહેલાં જે દસ્તાવેજ કરશે અને સ્ટેમ્પ ડ્યૂટી લાગશે તે જૂના દર પ્રમાણે જ લાગશે તેવી સ્પષ્ટતા તેમણે કરી હતી. બિલ્ડર અને રિયલ એસ્ટેટ વ્યવસાય સાથે સંકળાયેલા સંગઠનોએ નવા નાણાકીય વર્ષથી અમલ થાય તેવી સરકારમાં રજૂઆત કરી હતી તે મહત્વની માગણીનો સ્વીકાર કરાયો હોવાનું પણ જણાવ્યું હતું

LEAVE A REPLY

13 − four =