પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

વિવિધ સંસ્કૃતિઓ વચ્ચેના આદાનપ્રદાન અને વાઇબ્રન્ટ સાઉથ એશિયન કમ્યુનિટી માટે યોગદાન આપવા બદલ ભારતમાં જન્મેલા અગ્રણી ઉદ્યોગસાહસિક અને લેખક અનુ સહેગલનું ન્યૂયોર્ક સિટીના મેયરે સન્માન કર્યું હતું.

એશિયન અમેરિકન એન્ડ પેસિફિક આઇલેન્ડર (AAPI) હેરિટેજ રિસેપ્શન 2023માં મંગળવારે ધ કલ્ચર ટ્રીના સ્થાપક અને પ્રમુખ અનુ સહેગલને એડમ્સે પ્રશસ્તિપત્ર આપીને સન્માનિત કર્યા હતા. આ કાર્યક્રમમાં કુલ છ વ્યક્તિનું સન્માન કરાયું હતું, તેમાં સહેગલ એકમાત્ર સાઉથ એશિયન કમ્યુનિટીના હતા. આ કાર્યક્રમમાં ડાયસ્પોરા અને AAPI સમુદાયોના અગ્રણી સભ્યો ઉપસ્થિત રહ્યાં હતા.

પ્રશસ્તિપત્રમાં એડમ્સે કહ્યું હતું કે તેઓ સહેગલની સિદ્ધિઓનું બહુમાન કરીને ખુશ થયા છે. તેઓ એક ગૌરવપૂર્ણ ભારતીય-અમેરિકન કે જેમણે લગભગ બે દાયકાથી ન્યૂયોર્કને મજબૂત બનાવ્યું છે. સહેગલે જણાવ્યું હતું કે સાંસ્કૃતિક સંવર્ધન માટે અને ન્યૂયોર્કના દક્ષિણ એશિયાઈ સમુદાય માટે યોગદાન બદલ એડમ્સ અને તેમની ઓફિસ દ્વારા બહુમાન તેમના માટે ગર્વની બાબત છે.

LEAVE A REPLY

five × 3 =