(Photo by SAUL LOEB / AFP) (Photo by SAUL LOEB/AFP via Getty Images)

ન્યૂયોર્ક પોલીસ વિભાગના એક ઓફિસર તથા અન્ય નવ લોકોનું પ્રેસિડેન્ટ બાઇડેને મેડલ ઓફ વેલોર વડે સન્માન કર્યુ છે. મેડલ ઓફ વેલોર પબ્લિક સેફટી ઓફિસરને આપવામાં આવતું દેશનું સર્વોચ્ચ સન્માન છે. વ્હાઇટ હાઉસ ખાતે યોજાયેલા સન્માન સમારંભમાં આ વખતે આ એવોર્ડ ઈન્ડિયન અમેરિકન સુમિત સુલાનને આપવામાં આવ્યો છે.
21 જાન્યુઆરી 2022ના ઘટનાક્રમમાં ડોમેસ્ટિક વાયોલન્સના કેસમાં બે ઓફિસર જેસન રિવેરા અને વિલ્બર્ટ મોરાને ઠાર મારનારા ગનમેનને સુમિતે ઠાર કર્યો હતો. પ્રેસિડેન્ટ બાઇડેને આ સમારંભમાં જણાવ્યું હતું કે એ દિવસ ન્યૂયોર્ક શહેર માટે અત્યંત ખરાબ દિવસ હતો. આપણી પાસે ડિટેક્ટિવ સુલાન ના હોત તો આ ઘટનામાં મૃત્યુઆંક વધુ ઊંચો ગયો હોત.

એક ઘરમાં ઘૂસી આવેલા ગનમેને અંધાધૂંધ ગોળીઓ છોડી હતી, આ સમયે ત્રણ ઓફિસર માતા અને પુત્ર માટે સલામતી કવચ બનીને ઊભા રહી ગયા હતા. ઓફિસર રિવેરા અને મોરાને મરણોપાંત વેલોર એવોર્ડ આપવામાં આવ્યો હતો. તેઓએ હુમલાખોરનો સામનો કર્યો હતો અને ઘરમાં હાજર અન્ય લોકોને બચાવ્યા હતા. 911 પર કોલ આવ્યા પછી તેઓ તરત જ ત્યાં પહોંચ્યા હતા.

તેઓએ ગનમેનને પડકાર્યો હતો, સામસામે ગોળીબાર થયા હતા અને આ ગોળીઓની ઇજાના લીધે તેમનું મોત થયું હતું. ડીટેક્ટિવ સુલાને ઘટનાસ્થળે નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરી ગનમેનને ઠાર કર્યો હતો. આમ ફક્ત 45 સેકન્ડ ચાલેલા ગોળીબારના ઘટનાક્રમનો અંત આવ્યો હતો.

આ ભયાનક દિવસ હતો, ગોળીઓની મારો ચાલ્યો હતો. ડીટેક્ટિવ સુલાને માતા અને ભાઈને સુરક્ષા કવચ પૂરુ પાડી ગનફાયરથી બચાવ્યા. તેણે બે વખત ગોળીબાર કર્યો હતો અને તેમાથી ગનમેનને ગોળી વાગી તથા સમગ્ર ઘટનાનો અંત આવ્યો, એમ બાઇડેને જણાવ્યું હતું

ત્વરિત વિચાર, ઝડપી પગલા અને ઘટનાસ્થળે દાખવેલી હિંમત બદલ દેશ તમારા પર ગૌરવ અનુભવે છે. ઘટના પછી રાષ્ટ્રપતિ તરત જ સુલાનને મળ્યા હતા. ઘટના પછી સુલાનને તરત જ ડીટેક્ટિવ તરીકે પ્રમોશન અપાયું હતું. તેમને હીરો ગણાવાયા હતા.

LEAVE A REPLY

twelve + five =