
સરકારે કોમ્યુનિટી કેરનો વિસ્તાર કરીને, ડિજિટલ ટેકનોલોજી અપનાવીને અને ફક્ત બીમારીને બદલે નિવારણ પર ધ્યાન કેન્દ્રિત કરીને NHS ને પરિવર્તિત કરવા માટે એક વ્યાપક 10-વર્ષીય યોજના શરૂ કરી છે.
ફિટ ફોર ધ ફ્યુચર યોજના અંતર્ગત સરકારે ઇંગ્લેન્ડની ગંભીર આરોગ્ય અસમાનતાઓનો સામનો કરવા અને જ્યાં સ્વસ્થ આયુષ્ય રાષ્ટ્રીય સરેરાશ કરતા નોંધપાત્ર રીતે નીચે રહે છે ત્યાં અને ખાસ કરીને વંચિત વિસ્તારો પર ધ્યાન કેન્દ્રિત કરવા વિશેષ ધ્યાન આપશે. આ દરખાસ્તોને “ચેન્જ NHS” દ્વારા આકાર આપવામાં આવી હતી.
મુખ્ય સુધારાઓમાં 2035 સુધીમાં 300 જેટલા નેઇબરહૂડ હેલ્થ હબ” બનાવવાનો સમાવેશ થાય છે, જેમાં 2029 સુધીમાં 50 કાર્યરત થશે. આ હબ હોસ્પિટલો પર દબાણ ઘટાડવા અને સર્વાંગી કોમ્યુનિટી કેર પૂરી પાડવા માટે GP, નર્સો, મેન્ટલ હેલ્થ પ્રોફેશનલ્સ, ફિઝિયોથેરાપિસ્ટ અને રોજગાર સલાહકારોને એક છત નીચે લાવશે.
એક મોટા ડિજિટલ દબાણ હેઠળ 2028 સુધીમાં NHS એપને “ડોક્ટર ઇન યોર પોકેટ” તરીકે અપગ્રેડ કરવામાં આવશે, જેનાથી દર્દીઓ એપોઇન્ટમેન્ટ, પ્રિસ્ક્રિપ્શન, રેફરલ્સ અને AI-સંચાલિત ટ્રાયેજ ટૂલ્સનું સંચાલન કરી શકશે. જેમાં દર્દીઓ રેકોર્ડને સમાવાશે.
નિવારણ તરફના પગલામાં, AI અને જીનોમિક્સ, ન્યુબોર્ન જીનોમ સિક્વન્સિંગ, ક્રોનિક કંડીશનનું મોનિટર કરવા, નવા મેન્ટલ હેલ્થ ઇમરજન્સી યુનિટ અને જંક ફૂડ જાહેરાત પર વધુ પ્રતિબંધોનો વ્યાપક ઉપયોગ દર્શાવે છે. સ્થૂળતા સામે લડવા માટે વજન ઘટાડવાના ઇન્જેક્શનનો રોલઆઉટ પણ વિસ્તૃત કરાશે.
સરકાર 2035 સુધીમાં NHSમાં વિદેશમાંથી થતી ભરતીને 10% સુધી મર્યાદિત કરવાનો લક્ષ્ય રાખે છે, તેના બદલે એપ્રેન્ટિસશીપ અને સ્થાનિક તબીબી સ્થળોનો વિસ્તાર કરશે.
જોકે, હેલ્થ પોલીસી એનાલીસ્ટ્સ ચેતવણી આપે છે કે આ યોજનામાં વિગતવાર અમલીકરણ વ્યૂહરચના અને પૂરતા સામાજિક સંભાળ ભંડોળનો અભાવ છે, જેના કારણે મહત્વાકાંક્ષી વચનોના બીજા ચક્રમાં ઘટાડો થવાનું જોખમ રહે છે.
મિનિસ્ટર્સ કહે છે કે આ યોજના એક એવું NHS બનાવશે જે ડિજિટલી ઇન્ટીગ્રેટેડ, સમુદાય માટે કેન્દ્રિત અને ટકાઉ હશે અને આવનારી પેઢીઓ માટે વધુ સારા આરોગ્ય પરિણામો આપશે.
