The NHS asked Mange to put him on statins
(Photo by Dan Kitwood/Getty Images)
  • એક્સક્લુસીવ
  • બાર્ની ચૌધરી

બ્રિટિશ મેડિકલ એસોસિએશન (BMA)ના અધ્યક્ષના જણાવ્યા અનુસાર, સૌથી ખરાબ પરિસ્થિતિમાં, જો વાઇરસનો વ્યાપ સતત વધતો રહેશે તો 132,000 અથવા 10 ટકા હેલ્થ કેર સ્ટાફે સેલ્ફ આઇસોલેટ થવું પડશે અને હેલ્થ વર્કરને કામ કરવાનું બંધ કરવાની ફરજ પડી શકે છે. તો બીજી તરફ વરિષ્ઠ કન્ઝર્વેટિવ્સે વડા પ્રધાનને રોગચાળા પર પકડ મેળવવા વિનંતી કરી છે.

ડૉ. ચાંદ નાગપોલે કહ્યું હતું કે “NHS પહેલેથી જ જોખમી તબક્કામાં છે, અને તે અણી પર ધકેલશે. ગેરહાજરીના સંપૂર્ણ સ્તરને જોઇશું, તો તેની વસ્તીની સંભાળ રાખવાની આપણી આરોગ્ય સેવાની ક્ષમતાને ગંભીરપણે જોખમમાં મૂકશે. હાલમાં નોન-અરજન્ટ કેરનું બલિદાન આપવામાં આવી રહ્યું છે, ઓપરેશન્સ રદ કરવામાં આવ્યા છે. જો 10માંથી એક હેલ્થકેર સ્ટાફ ગેરહાજર હશે તો અરજન્ટ પેશન્ટ્સ અને કટોકટી સેવાઓ સાથે વ્યવહાર કરવાની અમારી ક્ષમતા જોખમમાં મૂકાશે. તેથી, તે મહત્વપૂર્ણ છે કે સરકાર ઓમિક્રોનના ફેલાવાને અટકાવે અને ખૂબ જ સ્પષ્ટ નિર્ણાયક ચેપ નિયંત્રણ પગલાં મૂકે.’’

વરિષ્ઠ ટોરી નેતા લોર્ડ જીતેશ ગઢિયાએ ગરવી ગુજરાતને જણાવ્યું હતું કે, “ગયા વર્ષે આ વખતે અમે બધાએ આશા રાખી હતી કે રસીકરણ કાર્યક્રમ ઝડપથી આગળ વધતાં 2021 એ રોગચાળાનું પાનુ ફરી જશે. પરંતુ આકરી વાસ્તવિકતા એ છે કે કોવિડ નજીકના ભવિષ્ય માટે, કોઈક આકાર અથવા સ્વરૂપમાં આપણી સાથે રહેશે. સંક્રમણ અપેક્ષા કરતા વધુ અવ્યવસ્થિત અને લાંબુ હશે. અનિવાર્ય છે કે સરકારી નીતિઓ પરિસ્થિતિને વધુ તીવ્ર બનાવવાને બદલે સ્થિરતા પ્રદાન કરે. હું આશા રાખું છું કે અમે બિઝનેસીસ અને વ્યક્તિઓને મહત્તમ આત્મવિશ્વાસ સાથે ભવિષ્યની યોજના બનાવવા માટેનું માળખું આપવા માટે નિર્ણય લેવામાં વધુ સુસંગતતા જોશું.”

ફેલ્ધામ અને હેસ્ટનના લેબર સાંસદ સીમા મલ્હોત્રાએ જણાવ્યું હતું કે ‘’સરકારે સંભવિત માંદગીનો તાકીદે સામનો કરવાની જરૂર છે. અમે તાજેતરના સમયમાં અન્ય ક્ષેત્રો અને હોસ્પિટાલિટી ક્ષેત્રે મજૂરની અછત જોઇ છે. ડોકટરો, નર્સો અને અન્ય હેલ્થ કેર સ્ટાફ સેલ્ફ આઇસોલટ થવાના કારણે NHSની ક્ષમતાને અસર થઇ રહી છે.’’

આ મહિનાની શરૂઆતમાં  99 કન્ઝર્વેટિવ સાંસદોએ સખત કોવિડ પગલાં ભરવા મત આપ્યો હતો. વિપક્ષી સાંસદો પણ વડા પ્રધાનની ટીકામાં જોડાયા છે.

સ્લાઉના એમપી અને શેડો રેલ્વે મિનિસ્ટર ટેન ધેસીએ જણાવ્યું હતું કે “સરકાર સંપૂર્ણ ગડબડમાં છે અને તે વડા પ્રધાને પોતાની બનાવેલી છે. રોગચાળા સાથે અસરકારક રીતે વ્યવહાર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે, વડા પ્રધાને વધુ પાર્ટી મેનેજમેન્ટ કરવું પડશે.”

લેસ્ટર સાઉથના એમપી અને વર્ક્સ અને પેન્શન શેડો સેક્રેટરી, જોન એશવર્થે કહ્યું હતું કે ‘’જો સરકાર ઓમિક્રોન અને અન્ય પ્રકારોના ઉદયને ધીમા કરવામાં નિષ્ફળ જશે તો ભારે સમસ્યાઓનો સામનો કરવો પડશે. એશિયન સમુદાયો માટે છેલ્લા 2 વર્ષ એકદમ દયનીય રહ્યા છે. એશિયન સમુદાયો અને લેસ્ટરમાં ઘણા વ્યવસાયો લોકડાઉન અને પ્રતિબંધોથી ભારે પ્રભાવિત થયા છે.’’

બીએમએના અધ્યક્ષ ડૉ. ચાંદ નાગપોલે ગરવી ગુજરાતને કહ્યું હતું કે “વધુ લોકો સેલ્ફ આઇસોલેટ થવાથી કામ ચાલુ રાખનારાઓ પર અસર થાય છે. અમને સર્જિકલ ફેસમાસ્ક આપવામાં આવી રહ્યા છે, જે વાયરસ સામે પર્યાપ્ત સુરક્ષા પ્રદાન કરતા નથી. અમે જીપી સર્જરી અને હોસ્પિટલોમાં યોગ્ય સામાજિક અંતર જોવા માંગીએ છીએ. હેલ્થકેરના નોંધપાત્ર 50 ટકા લોકો કામનું સ્તર ઘટાડવા માંગે છે.’’

સમગ્ર રોગચાળા દરમિયાન, ગરવી ગુજરાતે અહેવાલ આપ્યો હતો કે કેવી રીતે અપ્રમાણસર રીતે વધુ દક્ષિણ એશિયાઈ અને અશ્વેત ડોકટરો મૃત્યુ પામ્યા છે, અને પર્યાપ્ત સુરક્ષા વિના ફ્રન્ટલાઈન પર કામ કરવા માટે કેવી રીતે દબાણ અનુભવે છે.

અમે જાણ્યું છે કે બ્રિટિશ એસોસિએશન ઑફ ફિઝિશિયન ઑફ ઇન્ડિયન ઑરિજિન (BAPIO) એ NHSના ચીફ એક્ઝિક્યુટિવને પત્ર લખીને હોસ્પિટલના નેતાઓને “યોગ્ય અને પર્યાપ્ત” જોખમનું મૂલ્યાંકન કરવા હાકલ કરી છે.

BAPIO ના સ્થાપક અને પ્રમુખ ડો. રમેશ મહેતાએ જણાવ્યું હતું કે, “અમારા ડોકટરો ચિંતિત છે કે ત્યાં નોંધપાત્ર સંખ્યામાં રસી વગરના દર્દીઓ છે અને એવી શક્યતા છે કે ઓમિક્રોન રસી લીધેલા કેટલાક લોકોને પણ અસર કરી છે. અમારા સભ્યો ચિંતિત છે કે ત્યાં પૂરતા સાધનો ન હોઈ શકે, પહેલેથી જ સ્ટાફની ખૂબ જ નોંધપાત્ર અછત છે અને તેમાંથી ઘણાને ઓમિક્રોન સાથે ઓઇસોલેશનમાં જવું પડી શકે છે. તેથી, ઉપલબ્ધ સ્ટાફ સભ્યો માટે વધુ ખરાબ પરિસ્થિતિ હશે.”

બર્મિંગહામ પેરી બારના લેબર સાંસદ અને શેડો ડિફેન્સ મિનિસ્ટર ખાલિદ મહમૂદે ગરવી ગુજરાતને જણાવ્યું હતું કે, “આ રોગચાળાના કારણે લોકોની આજીવિકા નીચે જશે, અને તે ખૂબ જ દુ:ખદ હશે.”

શેડો બિઝનેસ મિનિસ્ટર અને લેબર એમપી સીમા મલ્હોત્રાએ જણાવ્યું હતું કે ‘’લેબર સરકારને પર્યાપ્ત સ્ટેચ્યુટરી સીક પેની ખાતરી કરવા વિનંતી કરે છે. સરકારે પ્લાન B વિશે અને રોગચાળા વિષે મહિનાઓ પહેલાથી આયોજન કરવાની જરૂર હતી.’’

21 તારીખે ચાન્સેલર, ઋષિ સુનકે, હોસ્પિટાલિટી ઉદ્યોગને મદદ કરવા માટે £1 બિલિયનના ફંડની જાહેરાત કરી હતી જે અંતર્ગત લાયકાત ધરાવતી પેઢીઓ પ્રતિ સ્થળ દિઠ £6,000 સુધીની રોકડ ગ્રાન્ટનો દાવો કરી શકે છે. સુનકે થિયેટરો અને મ્યુઝિયમોને મદદ કરવા માટે વધારાના £30 મિલિયન આપવાની જાહેરાત કરી હતી.

ગરવી ગુજરાતને એ પણ જાણવા મળ્યું છે કે BMA એ વડા પ્રધાનને પત્ર લખીને “રસીની સમાનતા” સુનિશ્ચિત કરવા વિનંતી કરી છે જેથી ગરીબ રાષ્ટ્રો તેમના નાગરિકોને રસી અપાવી શકે.