Shri Radhakrishna Temple

અમેરિકાના સધર્ન કેલિફોર્નિયાના લોસ એન્જેલસના નોર્વોક સીટી ખાતે આવેલ પ્રસિદ્ધ શ્રી રાધાકૃષ્ણ મંદિરમાં શનિવાર તા. 12 નવેમ્બરના રોજ સાંજે  બ્રહ્મલીન મહંત શ્રી નારાયણદાસ મહારાજશ્રી પ્રેરીત તથા પૂ. શ્રી રામદાસજી મહારાજશ્રીના શુભાર્શિવાદ સાથે ‘દેવદિવાળી સંતરામ પાઠ’નું શાનદાર આયોજન કરાયું હતું. જેમાં સંતરામ ભક્ત સમાજના સદસ્યોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. રાધાકૃષ્ણ મંદિરના શ્રી ભરતભાઈ રાજગોરે સૌને આવકાર આપી ભજન કિર્તનની શરૂઆત કરી હતી. આ પ્રસંગે શ્રી સંતરામ ચાલીસા, દત્તબાવની તથા  બ્રહ્મલીન મહંતશ્રી નારાયણદાસજી મહારાજશ્રીના મુખે ગવાયેલ વિષ્ણુસહત્રનામ પાઠનું સમુહ પઠન કરવામાં આવ્યું હતુ.

કિર્તન બાદ નડીઆદના પ્રસિદ્ધ શ્રી સંતરામ મંદિરથી પૂ. શ્રી રામદાસજીએ ટેલિફોનથી સૌને આશિર્વચન પાઠવી જણાવ્યું હતું કે “પરદેશની ધરતી પર આ રીતે “સંતરામ સ્ત્રોતમ્ અને શ્રી વિષ્ણુ સહસ્ત્રનામ પાઠનું આયોજન થાય છે તે ખૂબજ સારી વાત છે…. આપ સૌને આશિર્વાદ સહ જયમહારાજ ”

અંતમાં સૌએ રાધાકૃષ્ણ મંદિરની સાયં આરતી અને મહાપ્રસાદનો લાભ લીધો હતો.

(માહિતી:- ગુણવંતભાઈ પટેલ અને તસવીર:- કાન્તિભાઈ મિસ્ત્રી, કેલિફોર્નિયા)

LEAVE A REPLY

four × three =