અમેરિકાના કેલિફોર્નિયામાં હરિયાણાના જીંદ જિલ્લાના એક 26 વર્ષીય યુવકની ગોળી મારીને હત્યા કરાઈ હતી. આ યુવકે એક અમેરિકન પુરુષને જાહેરમાં પેશાબ કરતાં ટોક્યો હતો.
મૃતક રિયાણાના જીંદ જિલ્લાના 26 વર્ષીય કપિલએ લોસ એન્જલસમાં એક અમેરિકન વ્યક્તિને જાહેર સ્થળે પેશાબ કરતા રોક્યો ત્યારે તે ગુસ્સે થઈ ગયો અને તરત જ કપિલને ગોળી મારી દીધી હતી. કપિલ ત્યાં સુરક્ષા ગાર્ડ તરીકે કામ કરતો હતો. કપિલ જીંદના બારાહ કલાન ગામનો રહેવાસી હતો.
કપિલ 2022માં ગેરકાયદે અમેરિકા ગયો હતો. ત્યારે તે પનામાના જંગલો પાર કરીને મેક્સિકોની દિવાલ કૂદીને અમેરિકા પહોંચ્યો હતો. અમેરિકા પહોંચ્યા પછી તેની ધરપકડ કરાઈ હતી અને કાનૂની કાર્યવાહી બાદ તેને મુક્ત કરાયો હતો. તે સિક્યૂરિટી ગાર્ડ તરીકે કામ કરતો હતો.
