Devotees throng the temples on Chaitri Navratri
ambaji temple GettyImages)

ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાણી મંદિરમાં નવા વર્ષે આશરે એક લાખ લોકોએ માતાજીના દર્શન કર્યા હતા. 2023ની શરૂઆત પહેલી જાન્યુઆરીને શનિ-રવિવારની રજા હોવાથી મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. ગુજરાતના તમામ મંદિરોમાં નવા વર્ષના પ્રસંગે ભક્તોની ભીડ હતી.

અંબાજી ખાતે વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. તીર્થધામ અંબાજી મંદિરના ચાચર ચોકમાં લાંબી લાલ ધજાઓ સાથે યાત્રીકોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. સમગ્ર અંબાજી મંદિર પરિસર ‘બોલ મારી અંબે, જય જય અંબે’ના નાદથી ગુંજી ઉઠ્યું હતું.

અંબાજી મંદિરમાં પણ ભક્તોએ મોટી સંખ્યામાં દર્શન કરી પોતાની નવા વર્ષે શરૂઆત કરી હતી. ઘણા ભક્તો પગપાળા ચાલી માતાજીના મંદિરે ધજાઓ લઈને પહોંચ્યા હતા.

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments