. REUTERS/Akhtar Soomro

વીજળી કટોકટીનો સામનો કરી રહેલા પાકિસ્તાનના સિંધ પ્રાંતની સરકારે વીજળી બચાવવા માટે દેશના સૌથી મોટા શહેર કરાચીમાં તમામ શોપિંગ મોલબજારલગ્નના ઘર તેમજ રેસ્ટોરાંને રાત્રે વહેલા બંધ કરી દેવા માટે આદેશ કર્યો છે ગૃહ સચિવ ડો. સઈદ અહમદે કહ્યું કે, અમે ઉર્જા ઈમરજન્સીનો સામનો કરી રહ્યા છીએ અને અમારે એવા ઉપાય કરવાની જરૂર છેજે સ્થિતિને નિયંત્રિત કરવા માટે આવશ્યક હોય. તેઓએ કહ્યું કેતમામ બજારોદુકાનો અને શોપિંગ મોલને રાત્રે વાગ્યા સુધી બંધ કરી દેવા પડશેજ્યારે લગ્ન ઘર અને રેસ્ટોરાંને સાડા 10 વાગ્યે બંધ કરવાના આદેશ આપવામાં આવ્યા છે.

પાકિસ્તાનની કંગાળ આર્થિક સ્થિતિનું કારણ તેની પાસે સામાનની આયાતની તાકાત બચી નથી. આ કારણે પાકિસ્તાનમાં ઓઈલની કિંમતો સતત વધી રહી છે. પાકિસ્તાની રૂપિયો સતત ઘટતો જઈ રહ્યો છે. એક ડોલરની સરખામણીમાં પાકિસ્તાની રૂપિયાની કિંમત 200ને પાર થઈ ચૂકી છે. તો પેટ્રોલની કિંમત લિટર દીઠ 250 રૂપિયાની આસપાસ છે.

હાલમાં જ પાકિસ્તાનની સત્તા સંભાળનાર શાહબાઝ શરીફની સરકારના મંત્રીએ અર્થવ્યવસ્થા બચાવવા માટે અજીબોગરીબ સલાહ આપી હતી. શરીફ સરકારે 8 જૂને નિર્ણય કર્યો હતો કે, ઈસ્લામાબાદમાં થનાર લગ્નો પર આંશિક રીતે બેન લગાવવામાં આવે. રાત્રે 10 વાગ્યા બાદ કોઈ લગ્ન ન યોજાય. એટલું જ નહીં લગ્નમાં માત્ર એક ડિશ પરોસવાનો પણ આદેશ અપાયો હતો. પેટ્રોલ બચાવવા માટે સરકારે સરકારી કર્મચારીઓને બે દિવસની રજા પણ આપી દીધી છે. જ્યારે પાકિસ્તાનના પ્લાનિંગ એન્ડ ડેવલપમેન્ટ મંત્રી અહેસાન શાહે કહ્યું કે, લોકોએ ઓછી ચા પીવી જોઈએ.