પ્રેસિડન્ટ જો બાઇડન સાઇકલ પરથી ગબડી પડ્યાં હતા, 2022. REUTERS/Elizabeth Frantz

અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઈડન ડેલાવેયર રાજ્યમાં સાયકલ ચલાવતી વખતે સાઇકલ લઈને ગબડી પડ્યા હતા. આ ઘટનામાં તેમને કોઈ ઈજા પહોંચી ન હતી. ઘટના બાદ તેમણે કહ્યું હતું, હુ ઠીક છુ.

18 જૂને જો બાઈડન ડેલાવેયર રાજ્યના રેહોબોથ બીચ પર વીકેન્ડ ટ્રિપ મનાવવા પોતાની પત્ની જિલ બાઈડન સાથે ગયા હતા. જ્યાં તેમણે સાયકલ રાઈડિંગનો આનંદ માણ્યો. તેમને જોવા માટે તેમના ઘણા સમર્થક પણ રેહોબોથ બીચના કેપ હેનલોપેન સ્ટેટ પાર્ક પહોંચ્યા હતા. જો બાઈડન સાઈકલ ચલાવતી વખતે જેવા રોકાયા તેમનો પગ પેડલમાં ફસાઈ ગયો અને તેઓ પડી ગયા. રાઈડિંગ દરમિયાન જો બાઈડને ટી શર્ટ, શોર્ટ્સ અને હેલમેટ પહેર્યા હતા.

જો બાઈડનના સાયકલ પરથી પડતા જ તેમની સુરક્ષામાં તૈનાત ગાર્ડ્સે તેમને ઘેરી લીધા અને તેમને ઊભા થવામાં મદદ કરી હતી. આ ઘટના બાદ પ્રેસિડન્ટે જણાવ્યું હતું કે સાયકલના પેડલ પર તેમણે પગ મૂક્યો અને મારો પગ ફસાઈ ગયો હતો. વ્હાઈટ હાઉસના એક અધિકારીએ જણાવ્યુ કે સાયકલ રોકતી વખતે તેમનો પગ પેડલ પર ફસાઈ ગયો હતો. હાલ તેઓ ઠીક છે. તેમણે પોતાનો બાકીનો દિવસ પોતાના પરિવાર સાથે વીતાવ્યો હતો.